Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક રેશન ડેપોને નુકસાન થયું છે. અકસ્માતની જાણકારી મળતાની સાથે જ એસડીઆરએફ (SDRF) અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે નેટવર્કના અભાવે લોકો સંપર્ક કરી શકતા નથી.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાના સમાચાર આવ્યા છે.

  • બુધવારે સવારે લગભગ 4.20 એ લગભગ વાદળ ફાટ્યું
  • વાદળ ફાટવાથી 5 ઘર તેની ઝપેટમાં આવ્યા
  •  આ ઘટના ડચ્ચનના એ વિસ્તારમાં બની છે જ્યાં રસ્તા નથી

 આવી ઘટનાઓમાં 5 લોકો માર્યા ગયા

મળતી જાણકારી મુજબ કિશ્તવાડ જિલ્લામાં હોનજર વિસ્તારમાં આ ઘટના બની છે. બુધવારે સવારે લગભગ 4.20 એ લગભગ વાદળ ફાટવાથી 5 ઘર તેની ઝપેટમાં આવ્યા છે. વાદળ ફાટ્યા બાદ અનેક લોકો ગુમ થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે સેના પુલિસ અને પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. ત્યારે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી આવી ઘટનાઓમાં 5 લોકો માર્યા ગયા છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ડચ્ચનના એ વિસ્તારમાં બની છે જ્યાં રસ્તા નથી. આ ઘટનામાં 6-8 ઘરો સહિત 1 રાશન ડેપોને નુકશાન થયું છે. 4 બકરવાલા સહિત 39 લોકો ગુમ છે.  આમાં અત્યાર સુધી 5 લાશ મળી છે.

ત્યારે વાદળ ફાટવાથી કિશ્તવાડની આપસાસના વિસ્તારોમાં 4 પુલ વહી ગયા છે. ઘટનામાં અત્યાર સુધી જે લોકોની લાશ મળી છે તેમની ઓળખ સજ્જા બેગમ(65), રકિતા બેગમ (24), એક ખાનાબદોશ, ગુલામ નબી તાંત્રે (42) અને અબ્દુલ મજીદ (42) સામેલ છે.

પોલીસે ટ્વીટ કરી કહ્યું મદદ માટે અહી કોલ કરો 

ત્યારે સ્થાનીક પોલીસે ટ્વીટ કરી જાણકારી આપી છે કે કિશ્તવાડમાં ભારે વરસાદને જોતા કોઈ પણ હોનારતની સ્થિતિમાં લોકો એસએસપી કિશ્તવાડ 9419119202, Adl.SP કિશ્તવાડ 9469181254, ડેપ્યૂટી એસપી મુખ્યાલય  9622640198 એસડીપીઓ એથોલી 9858512348ના સંપર્ક કરી શકે છે.

Total
0
Shares
Leave a Reply
Previous Article

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

Next Article

હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, મંદિર બહાર છે કિલોમીટર લાંબી લાઇનો

Related Posts
Read More

વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

રાજ્યમાં અત્યાર સુધી 17 ઓગસ્ટ સુધી અંતિત 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ…
Read More

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ દક્ષિણ…
Read More

e-Rupi Launch by PM Modi: PM નરેન્દ્ર મોદીએ e-RUPI લોન્ચ કર્યું, કેશલેસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન વિશે જાણો બધું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ આજે ​​ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઇ-રૂપી (e-RUPI)શરૂ કર્યું. વડાપ્રધાન મોદીએ 2 ઓગસ્ટ 2021 ના ​​રોજ…
Read More

સામાન્ય જનતાને મોટો આંચકો, આજથી આટલા રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર

આ વર્ષે 190.50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, જાણો સપ્ટેમ્બરમાં કેટલો થયો ભાવવધારો. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે…
Total
0
Share