તમારું જોઈન્ટ ફેમિલી નૂક્લીઅર ફેમિલી કે વાયર ફેમિલી? – Gyanvatsal Swami ચરોતર વાણી

આપણી ચરોતર વાણી માં આપ નું સ્વાગત છે. જ્ઞાનવત્સલ સ્વામી ની આજ ની વાણી માં આપણે ડિપ્રેશન થી દૂર કઈ રીતે રહી શકો? એના વિશે વાતો સાંભળીશું.

You have Joint Family, Nuclear Family or Wired Family

સમાજ માં ત્રણ પ્રકાર ના ફેમિલી છે. એક જોઈન્ટ ફેમિલી છે જેમાં ત્રણ પેઢી સાથે રહેતા હોય છે. જેમાં દાદા દાદી ના ખોળા માં પૌત્ર પૌત્રીઓ મોટા થાય રામાયણ મહાભારત જેવા સુંદર ગ્રંથો સાંભળે હૂંફ અને પ્રેમ પ્રાપ્ત કરે ઘર ભર્યું ભર્યું લાગે અને પરિવાર માં સંસ્કાર, સંસ્કૃતિ એ પરંપરા માં ચાલ્યા આવે. આ જોઈન્ટ ફેમિલી નો એક લાભ છે. પણ જાણીયે છે કે અત્યાર ના યુગ માં જોઈન્ટ ફેમિલી ઓછા થઇ રહ્યા છે. તેના અલગ અલગ કારણો પણ છે.

બીજા પ્રકાર ના ફેમિલી છે નૂક્લીઅર ફેમિલી. જેમ આપણે વિજ્ઞાન માં ભણ્યા કે એક પ્રોટોન હોય એક નુરટ્રોન હોય એક ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન નું એક પોઝિટિવ ચાર્જ હોય એનું એક ઓર્બીટ હોય. એ પોતાના ઓર્બીટ માં ફર્યા કરે. ઇલેટ્રોન હોય તેની પાસે નેગેટિવ ચાર્જ હોય એનું એક ઓર્બીટ હોય. એ પોતાના ઓર્બીટ માં ફર્યા કરે. અને પેલું એક નાનું બાળક નુયટ્ર્રોન હોય જેની પાસે કોઈ ચાર્જ ના હોય કોઈ મૂવમેન્ટ ના હોય. અત્યાર ના નૂક્લીઅર ફેમિલી માં પ્રોટોન એટલે પિતાજી જેની પાસે પોઝિટિવ ચાર્જ હોય નૌકરી ધંધા હોય. એમાં જ ફર્યા કરે. ઈલેક્ટ્રોન એટલે માતાજી જેની પાસે પણ નેગેટિવ ચાર્જ હોય પોતનું રસોડું હોય, સોશ્યિલ પાર્ટી હોય અને ગણું બધું હોય. વચ્ચે પેલું બિચારું નાનું સંતાન એ બિચારા પાસે કોઈ ચાર્જ નહિ કોઈ સત્તા નહિ. એ જોયા કરે પપ્પા કે મમ્મી ક્યારે નજીક આવે. પણ પેલા નજીક જ નહિ આવે. એ નૂક્લીઅર ફેમિલી છે.

ત્રીજા પ્રકાર માં તો અત્યારે ઘરે ઘરે જોવા મળે છે એ છે વાયર ફેમિલી. વાયર ફેમિલી એટલે બધા એક જ ઘર માં રહેતા હોય એક જ છત નીચે રહેતા હોય પણ બધા એક બીજા સાથે નહિ પણ વાયર સાથે કન્નેકટેડ હોય. એક જ રૂમ માં બધા જમ્યા પછી સોફા પર બેઠા હોય પણ બધા મોબાઈલ પર હોય. વહાર્ટસપપ પર કે ફેસબુક પર હોય. લેપટોપ પર હોય આઈ પેડ પર હોય. એટલે એક બીજા સાથે કન્નેકટેડ નહિ પણ વાયર સાથે કન્નેકટેડ હોય. એટલે એને વાયર ફેમિલી કેહવાય.

તો તમારું ફેમિલી કયું છે જોઈન્ટ ફેમિલી નૂક્લીઅર ફેમિલી કે વાયર ફેમિલી?

Moral of the Story – In today’s life usage of Mobile and Electronic device is increased like anything. We stay together but we are not connected with each other using emotion. We are connected with each other using mobile, internet, data, laotop, i-pad and all other things. It is like wake up call for many family where father mother are not giving enough time to their children because they are spending more time on wire.

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.

આપણું ચરોતર ના વાચકો-દર્શકો પણ આ વાણીનો લાભ‌ મેળવી શકશે. આ માટે આપણું ચરોતર પર રોજ સવારે ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની આપણી ચોરોતર વાણી વીડિયો રૂપે રજૂ થશે.

Total
0
Shares
Previous Article

સૌથી વધુ બહાદુર હોઈ છે આ રાશિના લોકો, હોઈ છે સંસ્કારી અને દિલના સાચા…

Next Article

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે

Total
0
Share