બસવરાજ એસ બોમ્મઇ (basavaraj bommai)કર્ણાટકના (karnataka) આગામી મુખ્યમંત્રી (karnataka chief minister)બનશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બી એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી નવા મુખ્યમંત્રીની પસંદગી માટે મંગળવારે પાર્ટીના વિધાયક દળોની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપા કેન્દ્રીય નેતૃત્વના પર્યવેક્ષક કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડી પણ બેઠકમાં સામેલ થયા હતા.બસવરાજ યેદિયુરપ્પા (Yediyurappa મંત્રીમંડળમાં ગૃહમંત્રી હતા.
બસવરાજ મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ ગ્રહણ કરશે. બસવરાજ બોમ્મઇના પિતચા એસઆર બોમ્મઇ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. વિધાયક દળની બેઠક પછી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પૃષ્ટિ કરી કે કર્ણાટકના નવા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ હશે.
બોમ્મઇને મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવા બદલ કર્ણાટકના કાર્યવાહક સીએમ બીએસ યેદિયુરપ્પાએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે અમે સર્વસંમતિથી બસવરાજ એસ બોમ્મઇને ભાજપા વિધાયક દળના નેતા પસંદ કર્યા છે. હું પીએમ મોદીને તેમના સમર્થન માટે ધન્યવાદ પાઠવું છું. પીએમના નેતૃત્વમાં તે (બોમ્મઇ) સખત મહેનત કરશે.
બોમ્મઇ 13 વર્ષ પહેલા 2008માં ભાજપામાં સામેલ થયા હતા. એન્જિનિયર તરીકે ટાટા સમૂહથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર બોમ્મઇ હાવેરી જિલ્લાના શિગગાંવ વિધાનસભા ક્ષેત્રથી 2008થી સતત ત્રણ વખત જીતીને વિધાનસભા પહોંચ્યા છે. 2008 પહેલા બોમ્મઇ બે વખત કર્ણાટક વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.