Maruti Ertigavs ટક્કર આપવા Kia મોટર્સ લાવી રહી MPV, Kia KYનો લુક અને ફીચર્સ હશે શાનદાર

Kia KY 7 Seater MPV Launch Against Maruti suzuki Ertiga: ભારતમાં 7 સીટર કારની માંગ સમય સાથે વધી રહી છે

Kia KY 7 Seater MPV Launch Against Maruti suzuki Ertiga: ભારતમાં 7 સીટર કારની માંગ સમય સાથે વધી રહી છે અને તેના કારણે મારુતિ સુઝુકી અર્ટિગા જેવા મલ્ટી પર્પઝ વ્હીકલ સારી વેચાય છે. Renault, Hyundai, Mahindra & Mahindra, MG Motors સહિત અન્ય ઓટોમોબાઇલ કંપનીઓએ પણ સસ્તી અને મોંઘી એમપીવી લોન્ચ કરી છે. આ બધાની વચ્ચે, કિયા મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં એક નવી એમપીવી લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ Kia KY કોડનામ આપવામાં આવ્યું છે અને આ એમપીવીની સીધી ટક્કર મારુતિ સુઝુકી એર્ટિગા સાથે થશે.

અપેક્ષિત લોન્ચ મહિનો અને કિંમત

Kia Sonet, Kia Seltos અને Kia carnival જેવી એસયુવી અને એમપીવી પછી, કિયા આગામી વર્ષની શરૂઆતમાં ભારતીય બજારમાં તેની બહુપ્રતિક્ષિત બજેટ રેન્જ એમપીવી રજૂ કરે તેવી શક્યતા છે, જેમાં સુંદર દેખાવ અને સુવિધાઓ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કિયા કેવાયની કિંમત એમપીવી જેવી મારુતિ એર્ટિગા અને ટોયોટા ઈનોવા ક્રિસ્ટા વચ્ચે હોઈ શકે છે, એટલે કે તેની કિંમત આશરે 14 થી 20 લાખ રૂપિયા હોઈ શકે છે. જો કે, આવનારા સમયમાં તેની વિશેષતાઓ જાહેર થયા બાદ જ તેનો સાચો અંદાજ લગાવી શકાય છે કે ભારતમાં કિયાની આગામી MPV કઈ કિંમતે લોન્ચ થઈ શકે છે.

સુંદર દેખાવ અને ડિઝાઇન

એવું માનવામાં આવે છે કે Kia KY 7 Seater MPV કંપનીની હાલની કાર Kia Seltos તેમજ પેરેન્ટ કંપની Hyundaiની શાનદાર એસયુવી Hyundai Cretaના પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવશે. તે 3-પંક્તિની કાર હશે અને સૌથી મહત્વની બાબત એ હશે કે તેની ત્રીજી પંક્તિને ઇલેક્ટ્રોનિક બટનથી એડજસ્ટ કરી શકાય. એવું માનવામાં આવે છે કે કિયાની આગામી એમપીવી 6 અને 7 સીટર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે. સમાચાર આવી રહ્યા છે કે Hyundai Stargazer 7 Seater MPV જેવી સુવિધાઓ કિયાના આ એમપીવીમાં જોવા મળી શકે છે. હ્યુન્ડાઇની આ MPV આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં આવશે.

જુઓ સંભવિત ફિચર્સ

વાત કરીએ Kia KY 7 Seater MPVની સંભવીત સુવિધાઓ વિશે તો, તેનું હેડલેમ્પ કિયા સોનેટ જેવું હશે અને તેના ટોપમાં LED DRL દેખાશે. તેમાં વાઈડ ગ્રિલ તેમજ એર ડેમ, ક્રોમ હાઈલાઈટ્સ અને શાર્ક ફિન એન્ટેના મળશે. કિયાની આ MPV 1.5L 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ અને 1.5L 4 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે ઓફર કરવામાં આવશે. આ MPV 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે. ભારતમાં, કિયાની આ આવનારી કારની ટક્કર Maruti Ertiga, Maruti XL6, Mahindra Marazzo અને Toyota Innova crysta સાથે રહેશે.

Total
0
Shares
Previous Article

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ…. પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો

Next Article

ISRO લોન્ચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામીથી મિશન આંશિક રીતે નિષ્ફળ

Related Posts
Read More

ફક્ત ૧૦ હજાર રૂપિયામાં બુક કરાવો આ ઇલેક્ટ્રિક કાર, દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, ૪૦ પૈસામાં ચાલે 1 KM

મોંઘા પેટ્રોલ-ડીઝલ થી સામાન્ય વ્યક્તિ પરેશાન છે. ઈલેક્ટ્રીક કારનું વેચાણ ધીમે-ધીમે વધી રહ્યું છે. આ વચ્ચે મુંબઈની એક…
Read More

WhatsApp લાવશે દમદાર ફીચર, હવે તમારી જાતે જ બનાવી શકશો ગ્રુપ આઈકોન

મેસેજીંગ એપ વ્હોટ્સએપ (WhatsApp)સમયાંતરે પોતાના યુઝર્સ માટે અવનવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હાલ અહેવાલો છે કે વ્હોટ્સએપમાં…
Total
0
Share