MG Astor મિડ-સાઇઝ SUV ભારતમાં લોન્ચ, લેવલ-2 સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમ જોવા મળશે

MG Astor Mid Size SUV: ભારતમાં પહેલી વખત Personal AI આસિસ્ટન્ટ અને સેગ્મેન્ટ ફર્સ્ટ ઓટોનોમસ લેવલ 2 ટેક્નોલોજીથી સજ્જ કાર ઉપલબ્ધ બનશે. આ કારનાં એક્સટીરિયર અને ઇન્ટિરીયર ફીચર્સની સાથે લુક અને ડિઝાઇન પણ શાનદાર છે.

MG મોટર ઇન્ડિયાએ (MG Astor India) દેશમાં Astor મિડ-સાઇઝ SUV પરથી પડદો ઉઠાવી દીધો છે. આ કાર ભારતમાં સેલ્ટોસ અને હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) જેવી કાર સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. ભારતમાં પહેલી વખત Personal AI આસિસ્ટન્ટ અને સેગ્મેન્ટ ફર્સ્ટ ઓટોનોમસ લેવલ 2 ટેક્નોલોજીથી સજ્જ કાર ઉપલબ્ધ બનશે. આ કારના એક્સટીરિયર અને ઇન્ટિરીયર ફીચર્સની સાથે લુક અને ડિઝાઇન પણ શાનદાર છે.

MG Astorમાં એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ(ADAS) માટે બોશની સાથે પાર્ટનરશિપ કરી છે. પર્સનલ આસિસ્ટન્ટ એઆઇ ટેક્નોલોજીમાં 6 રડાર અને 5 કેમેરા SUVને 14 એડવાન્સ ઓટોનોમસ લેવલ 2 ફીચર્સ પણ ઉપલબ્ધ કરાવે છે. આ સાથે જ ESP, TCS અને HDC જેવા 27 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચરની સાથે કાર સેફ ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ આપશે. એમજી સેક્ટરમાં 6 એરબેગ, 6-વે પાવર એડ્જસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઇલેક્ટ્રિક પાર્કિંદ બ્રેક, હીટેડ ORVM, રેન સેંસિંગ વાઇપર, પીએમ 2.5 ફિલ્ટર, પેનોરમિક સ્કાઇ રૂફ, રિઅર એસી વેન્ટ અને ફ્રન્ટ અને રિઅર આર્મરેસ્ટની સાથે સિનેમાનો એક્સપરિયન્સ માટે 10.1 ઇંચની એચડી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7 ઇંચની ફુલી ડિજીટલ ક્લસ્ટર જેવા સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ફીચર્સ મળશે.

80થી વધુ ઇન્ટરનેટ ફીચર્સ

MG Astor i-Smart Hub પર આધારિત 80થી વધુ ઇન્ટરનેટ ફીચર્સ ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત CAAP(કાર-એજ-એ-પ્લેટફોર્મ) પર એમજી એસ્ટર સબસ્ક્રિપ્શન અને સર્વિસિઝ મળશે. જેમાં મેપ માય ઇન્ડિયાની સાથે મેપિંગ એન્ડ નેવિગેશન, જીયો કનેક્ટિવિટી, કોઇનર્થ દ્વારા પહેલો બ્લોકચેન-સિક્યોર વ્હિકલ ડિજીટલ પાસપોર્ટ અને ઘણું બધુ સામેલ છે. કાર માલિકોને જીયોસાવન એપ પર મ્યૂઝિકની સુવિધાની સાથે એક હેડ યૂનિટ અને વિકિપીડિયાની સાથે અસંખ્ય જાણકારી જેવા અનેક ફીચર્સ મળશે.

એન્જીન અને પાવર

MG Astorને બે પેટ્રોલ એન્જીન ઓપ્શન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં 1.3 લીટર 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન 138bhp સુધી પાવર અને 220Nm સુધીનો ટોર્ક જનરેટ કરી શકે છે. જ્યારે 1.5 લીટર 4 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન 110bhp સુધી પાવર અને 144Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. એમજી મોટર્સે પોતાની નવી કોમ્પેક્ટ SUVને પાંચ ટ્રિમમાં રજૂ કરી છે, જેમાં Style, Super, Smart, Sharp અને Savvy છે.

Total
0
Shares
Previous Article

PM Modi Birthday: PM મોદીનો આજે 71મો જન્મદિવસ- જાણો તેમના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની તસવીર

Next Article

પીએમ મોદીના જન્મ દિવસે રસીકરણનો રેકોર્ડ, 2.50 કરોડથી વધારે લોકોએ લીધી કોરોના વેક્સીન

Related Posts
Read More

રિલાયન્સ જિયોનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે થઈ રહ્યો છે લોન્ચ, આવા છે ફીચર

JioPhone Next 4G to Launch – રિલાયન્સ જિયોના (Reliance Jio) 4જી એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની (JioPhone Next 4G)ઘણા…
Read More

WhatsApp પર વહેલી તકે આવી શકે છે Voice ટ્રાંસ્ક્રિપ્શન ફીચર, જાણો કેવી રીત કરશે કામ

વોટ્સએપે(WhatsApp) અગાઉ વોઇસ ટ્રાન્સક્રિપ્શનને હેન્ડલ કરવા માટે થર્ડ પાર્ટી એપ ઉમેરવાનું વિચાર્યું હતું. જો કે, નવા રિપોર્ટ અનુસાર,…
Total
0
Share