Nokiaનો પ્રથમ 5G ફોન: પ્રી-બુકિંગ પર ફ્રીમાં મળશે ઈયરબડ્સ, જાણો કિંમત અને ફીચર્સ

Nokia XR20ના 6GB+128 GB વેરિએન્ટની કિંમત લગભર 40,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન ગ્રેનાઇટ અને અલ્ટ્રા બ્લૂ કલર વિકલ્પમાં મળશે.

નોકિયાએ (Nokia) પોતાના 5G સ્માર્ટફોન નોકિયા એક્સઆર 20 (Nokia XR 20)ને ભારતમાં લૉંચ કરવાની પુષ્ટિ કરી દીધી છે. આ ફોન ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ખૂબ વિપરિત સ્થિતિમાં કામ કરે છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફોન માટે 20 ઓક્ટોબરથી પ્રી-બુકિંગ કરી શકાશે. પ્રી-બુકિંગ માટે કંપનીએ ખાસ ઑફર આપી છે. જે પ્રમાણે પ્રી-બુકિંગ કરાવનારને નોકિયા પાવર ઈયરબડ્સ લાઇટ (Nokia Power Earbuds Lite) ફ્રીમાં મળશે. સાથે જ એક વર્ષ સુધી સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન પ્લાન પણ ફ્રીમાં આપવામાં આવશે.

કિંમત અને પ્રી-બુકિંગ તારીખ

Nokia XR20ના 6GB+128 GB વેરિએન્ટની કિંમત લગભગ 40,900 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન ગ્રેનાઇટ અને અલ્ટ્રા બ્લૂ કલર વિકલ્પમાં મળશે. ફોન યૂરોપ અને યૂકેમાં 4GB+64GB વર્જનમાં ઉપલબ્ધ છે. એવું કહેવામાં આવે છે કે ભારતમાં આ ફોનની કિંમત આશરે 45,000 રૂપિયા હોઈ શકે છે. ભારતમાં આ ફોનનું પ્રી-બુકિંગ 20 ઓક્ટોબરના રોજ શરૂ થશે.

આ ફોનમાં શું ખાસ છે?

તમે અનુભવ કર્યો જે હશે કે ભીના હાથે ફોન અનલૉક નથી થતો તેમેજ તેને ઑપરેટ પણ નથી કરી શકાતો. નોકિયાનો આ ફોન તમારી આંગણી ભીની હશે તો પણ ઑપરેટ થઈ શકશે. એટલું જ નહીં, તમે હાથ મોજા પહેરી રાખ્યા હશે તો પણ ફોન ઓપરેટ થશે. આ માટે ફોનમાં Gorilla Glass Victus protectionનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત આ ફોન ડસ્ટપ્રૂફ અને વોટર-રેજિસ્ટેન્સ છે. ફોનના મુખ્ય ફીચર્સની વાત કરીએ તો 6.67-ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 480 ચિપસેટ, 48MP પ્રાઇમરી કેમેરો અને એન્ડ્રોઇડ 11 સામેલ છે.

ચાર વર્ષ સુધી સુરક્ષા અપડેટ

Nokia XR20 ફોન 6GB રેમ અને 128GB ઇનબિલ્ડ સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં 18W વાયર સાથેનું ફાસ્ટ ચાર્જર હશે. જ્યારે 15W વાયરલેસ ચાર્જર હશે. આ સાથે ફોનમાં 4,630mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી ફીચરની વાત કરીએ તો 5G, ડ્યુઅલ 4G voLTE, ડ્યુઅલ હેન્ડ વાઇફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, યુએસબી ટાઇપ સી પોર્ટ સામેલ છે. આ ફોન એન્ડ્રોઇડ 11 OS પર ચાલશે. કંપની ત્રણ વર્ષ સુધી ઑપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાની અને ચાર વર્ષ સુધી સુરક્ષા અપડેટ પૂરું પાડવાનું વચન આપી રહી છે.

48 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમેરો

Nokia XR20માં 1080 × 2400 પિક્સેલ રિઝોલ્યૂશન સાથેનું 6.67 ઇંચનું FHD+ડિસ્પ્લે, ગોરિલા ગ્લાસ વિક્ટસ, સેન્ટર પોઝિશન પંચ હોલ કેમેરા અને 550 નિટ્સ પીક બ્રાઇટનેસ સામેલ છે. આ ફોનની કુલ સાઇઝ 171.6 x 81.5 x 10.6 મિ.મી. જ્યારે વજન 248 ગ્રામ છે.

કેમેરાની વાત કરીએ તો Nokia XR20 ડ્યુઅલ રિઅર કેમેરા સાથે આવશે. જેમાં ZEISS ઑપ્ટિક્સ સાથે 48MPનો પ્રાઇમરી સેન્સર અને f/1.8 અપાર્ચર અને 13MPનો વાઇડ એંગલ કેમેરો હશે. સેલ્ફી અને વીડિયો માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ સ્નેપર આપવામાં આવ્યો છે.

Total
0
Shares
Previous Article

Bharat Biotech Vaccine : 2 વર્ષથી ઉપરના બાળકો Covaxin અપાશે, ભારત બાયોટેકની રસીને મંજૂરી મળી

Next Article

Uttarakhand Rain: અત્યાર સુધીમાં 46નાં મોત, વધી શકે છે મોતનો આંકડો, નૈનીતાલમાં 28એ ગુમાવ્યા જીવ

Related Posts
Read More

રિલાયન્સ જિયોનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે થઈ રહ્યો છે લોન્ચ, આવા છે ફીચર

JioPhone Next 4G to Launch – રિલાયન્સ જિયોના (Reliance Jio) 4જી એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટની (JioPhone Next 4G)ઘણા…
Total
0
Share