Nokiaના નવા બજેટ સ્માર્ટફોનની કિંમત છે માત્ર 8099 રૂપિયા, મળશે HD+ ડિસ્પ્લે અને 4950mAh બેટરી

Nokia C20 Plus દમદાર બેટરી સાથે આવે છે, Jio Exclusive સાથે એનરોલ કરતાં મળશે મોટું ડિસ્કાઉન્ટ

HMDના નવા ફોન નોકીયા C20 Plusની ભારતમાં એન્ટ્રી (Nokia C20 Plus launched in India) થઇ ચૂકી છે. આ બ્રાન્ડ ન્યૂ ફોન એપ્રિલમાં લોન્ચ થયેલ નોકીયા C20 (Nokia C20)નું અપગ્રેડ વર્ઝન છે. કંપનીનો નવો C20 Plus લેટેસ્ટ એન્ટ્રી લેવલ ફોન છે. HMD આ ફોનની સાથે એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી પણ આપી રહ્યું છે. એટલે કે જો તમને હાલના ફોનમાં કોઇ સમસ્યા આવે છે, તો કંપની નવો ફોન આપશે. કંપનીએ પોતાના Nokia C20 Plus ફોનની કિંમત રૂ. 8999 રાખી છે, જે તેના 2GB+32GB સ્ટોરેજ વેરિએન્ટ માટે છે. જ્યારે ફોનના 3GB+32GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ. 9999 રાખવામાં આવી છે.

પરંતુ જો તમે જિઓ એક્સક્લુઝિવ પ્રોગ્રામ (Jio Exclusive Offer) દ્વારા એનરોલ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઓફરનો ફાયદો ગ્રાહક રિલાયન્સ જિઓ સ્ટોર (Reliance Jio Stores) અથવા નોકીયા સ્ટોર (Nokia Stores) પર મેળવી શકે છે. ઓફર બાદ ફોનના બેઝ વેરિએન્ટની કિંમત 8099 રૂપિયા અને 3GB મોડલની કિંમત 8999 રૂપિયા થઇ જશે. આ સિવાય JioExclusive પ્રોગ્રામ અંતર્ગત ફોન પર 4000 રૂપિયાનો લાભ પણ મળી શકશે. આવો જાણીએ આ ફોનના સ્પેસિફિકેશન્સ વિશે.

નોકીયા C20 પ્લસ ((Nokia C20 Plus)માં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર SC9863a પ્રોસેસર પણ છે. ગ્રાહકોને આ નવા ફોનમાં 2GB રેમ અને 3GB રેમનો ઓપ્શન મળે છે. ફોનની સ્ટોરેજ 32GB સુધીની છે, પરંતુ યૂઝર્સ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકે છે. નોકિયાનો આ ફોન એન્ડ્રોઇડ 11 ગો એડિશન સાથે આવે છે.

ખાસ છે ફોનનો કેમેરો

કેમેરા તરીકે ફોનમાં મેગાપિક્સલના ઓટોફોકસ કેમેરા સાથે 1 મેગાપિક્સલ ફિક્સ્ડ ફોકસ કેમેરા પણ છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. ખાસ વાત તે છે કે સસ્તા ફોનના કેમેરામાં યૂઝર્સને પોર્ટ્રેટ મોડ, એચડીઆર અને બ્યૂટીફીકેશન જેવા ફીચર્સ મળે છે.

Nokia C20 Plusમાં પાવર માટે ફોનમાં 4950 mAhની શાનદાર બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ 802.11બી/જી/એન, બ્લૂટૂથ 4.2, જીપીએસ/એ-જીપીએસ, એમ્બિયંટ લાઇટ સેન્સર જેવા ફીચર આપવામાં આવ્યા છે.

Total
0
Shares
Previous Article

Xiaomi Mi Pad 5 અને Mi Pad 5 Pro ટેબ્લેટ થયા લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ અને કિંમત

Next Article

દેશનું પ્રથમ ડાયમંડ પ્રદર્શન કમ ઓક્શન સેન્ટર સુરતમાં, એક દિવસનું છે એક લાખ ભાડું

Related Posts
Read More

WhatsApp પર વહેલી તકે આવી શકે છે Voice ટ્રાંસ્ક્રિપ્શન ફીચર, જાણો કેવી રીત કરશે કામ

વોટ્સએપે(WhatsApp) અગાઉ વોઇસ ટ્રાન્સક્રિપ્શનને હેન્ડલ કરવા માટે થર્ડ પાર્ટી એપ ઉમેરવાનું વિચાર્યું હતું. જો કે, નવા રિપોર્ટ અનુસાર,…
Total
0
Share