Nokia C20 Plus દમદાર બેટરી સાથે આવે છે, Jio Exclusive સાથે એનરોલ કરતાં મળશે મોટું ડિસ્કાઉન્ટ
HMDના નવા ફોન નોકીયા C20 Plusની ભારતમાં એન્ટ્રી (Nokia C20 Plus launched in India) થઇ ચૂકી છે. આ બ્રાન્ડ ન્યૂ ફોન એપ્રિલમાં લોન્ચ થયેલ નોકીયા C20 (Nokia C20)નું અપગ્રેડ વર્ઝન છે. કંપનીનો નવો C20 Plus લેટેસ્ટ એન્ટ્રી લેવલ ફોન છે. HMD આ ફોનની સાથે એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી પણ આપી રહ્યું છે. એટલે કે જો તમને હાલના ફોનમાં કોઇ સમસ્યા આવે છે, તો કંપની નવો ફોન આપશે. કંપનીએ પોતાના Nokia C20 Plus ફોનની કિંમત રૂ. 8999 રાખી છે, જે તેના 2GB+32GB સ્ટોરેજ વેરિએન્ટ માટે છે. જ્યારે ફોનના 3GB+32GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ. 9999 રાખવામાં આવી છે.
પરંતુ જો તમે જિઓ એક્સક્લુઝિવ પ્રોગ્રામ (Jio Exclusive Offer) દ્વારા એનરોલ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઓફરનો ફાયદો ગ્રાહક રિલાયન્સ જિઓ સ્ટોર (Reliance Jio Stores) અથવા નોકીયા સ્ટોર (Nokia Stores) પર મેળવી શકે છે. ઓફર બાદ ફોનના બેઝ વેરિએન્ટની કિંમત 8099 રૂપિયા અને 3GB મોડલની કિંમત 8999 રૂપિયા થઇ જશે. આ સિવાય JioExclusive પ્રોગ્રામ અંતર્ગત ફોન પર 4000 રૂપિયાનો લાભ પણ મળી શકશે. આવો જાણીએ આ ફોનના સ્પેસિફિકેશન્સ વિશે.
નોકીયા C20 પ્લસ ((Nokia C20 Plus)માં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર SC9863a પ્રોસેસર પણ છે. ગ્રાહકોને આ નવા ફોનમાં 2GB રેમ અને 3GB રેમનો ઓપ્શન મળે છે. ફોનની સ્ટોરેજ 32GB સુધીની છે, પરંતુ યૂઝર્સ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકે છે. નોકિયાનો આ ફોન એન્ડ્રોઇડ 11 ગો એડિશન સાથે આવે છે.
ખાસ છે ફોનનો કેમેરો
કેમેરા તરીકે ફોનમાં મેગાપિક્સલના ઓટોફોકસ કેમેરા સાથે 1 મેગાપિક્સલ ફિક્સ્ડ ફોકસ કેમેરા પણ છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. ખાસ વાત તે છે કે સસ્તા ફોનના કેમેરામાં યૂઝર્સને પોર્ટ્રેટ મોડ, એચડીઆર અને બ્યૂટીફીકેશન જેવા ફીચર્સ મળે છે.