કંપનીએ આજે ભારતીય બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે.
કંપનીએ આજે ભારતીય બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. લોકો OLAના ઈ-સ્કૂટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે કંપનીએ લોકોની આતુરતાનો અંત લાવીને પોતાનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ પહેલું ઇ-સ્કૂટર બે વેરિએન્ટમાં લોન્ચ કર્યું છે, જેની શરૂઆતની કિંમત 99,999 રૂપિયા છે.
આ રીતે બૂક કરી શકો છો
જો તમે OLA ઈ-સ્કૂટર બૂક કરવા માંગતા હો, તો તમે સીધી કંપનીની વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવી શકો છો. ઓલા ઈ-સ્કૂટરને 10 કલર ઓપ્શન (Ola e-Scooter color options) સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આમાં બ્લેક, વ્હાઇટ, ગ્રે, યલો, રેડ, બ્લુ અને તેમના શેડ્સનો સમાવેશ થાય છે.
400 શહેરોમાં ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવશે
ભારતમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે, કંપની 400 શહેરોમાં 1,00,000થી વધુ સ્થળો અથવા ટચપોઈન્ટ પર હાઈપરચાર્જર (Hypercharger) બનાવશે. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના ગ્રાહકને ચાર્જ કરવામાં કોઈ અસુવિધા થશે નહીં. કયા શહેરમાં ચાર્જિંગ પોઇન્ટ છે તેની માહિતી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
સબસિડી બાદ કેટલી થશે કિંમત?
તેની ડિઝાઈન અને માઈલેજની ડિટેઈલ સામે આવી ગઈ છે. કંપનીના દાવાના અનુસાર, 18 મિનિટના ચાર્જિંગમાં તે 75 કિલોમીટર સુધી દોડશે. માનવામાં આવી રહ્યું છે કે, સબસિડી બાદ તેની કિંમત 80થી 85 હજાર રૂપિયા થઈ શકે છે. ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને તમિલનાડુની કૃષ્ણાગિરી પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓલાએ તેને ફ્યુચર ફેક્ટરીનું નામ આપ્યું છે. સ્કૂટરને 10 કલર ઓપ્શનની સાથે લોન્ચ કરવામાં આવશે.
OLA ઇલેક્ટ્રિક ટીમને આ કહ્યું
OLAના CEO ભાવિશ અગ્રવાલે લોન્ચિંગ પહેલા ટ્વિટ કરીને કહ્યું કે, આજે અમે અમારી ફ્યુચર ફેક્ટરીમાં અમારું પહેલું સ્કૂટર બનાવ્યું છે. ભાવિશ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, રોગચાળા દરમિયાન, ફેબ્રુઆરીમાં ઉજ્જડ જમીનથી 6 મહિનામાં ફ્યુચર ફેક્ટરી સુધી, , OLA electric ટીમે કમાલ કરી છે.
સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી દોડી શકે છે
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ઈલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર સુધી દોડી શકે છે. તેની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જરની સાથે આવશે. કસ્ટમર આ સ્કૂટરને રેગ્યુલર વોલ સોકેટથી ચાર્જ કરી શકશે. આ સાથે તેમાં મોટી બૂટ સ્પેસ પણ મળશે. તેના વીડિયો ટીઝરમાં બતાવવામાં આવ્યો હતો. તેમા બતાવવમા આવ્યુ હતું કે, બૂટ સ્પેસમાં બે હેલમેટ રાખવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં એક જ હેલમેટ આવે છે.