Tokyo Paralympics 2021: અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. ભાવિના પાસે ભારતની પ્રથમ ગોલ્ડન ગર્લ બનવાની તક છે.
ટોક્યો પેરાલિમ્પિક્સમાં (Tokyo Paralympics) ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે (Bhavinaben Patel) ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભાવિના પટેલે ચીનની ઝેંગ મિયાઓને 3-2થી હરાવી હતી. ભાવિના પટેલે સેમિફાઇનલ મેચ 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી જીતી હતી. અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. ભાવિના પાસે ભારતની પ્રથમ ગોલ્ડન ગર્લ બનવાની તક છે. 2016 માં પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં અને પેરાલિમ્પિક્સમાં દીપા મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે બંને ખેલાડીઓ અંતિમ મેચ હારી ગયા હતા.
ક્વાર્ટર ફાઇનલ મેચ માત્ર 18 મિનિટમાં જીતી હતી
અગાઉ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભાવિનાએ સર્બિયાના બોરીસ્લાવા રેન્કોવિચ પેરીકને સતત ત્રણ ગેમમાં 11-5, 11-6, 11-7થી હરાવી હતી. વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં ભાવનાબેને છેલ્લી -16 માં બ્રાઝિલની જોયસ ડી ઓલિવિરાને હરાવી હતી. જોયસે 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ મેચ માત્ર 18 મિનિટમાં જીતી લીધી હતી.
12 વર્ષની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું
ભાવનાબેનને 12 વર્ષની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું. તેણીએ ક્વાર્ટર ફાઇનલ મેચ બાદ કહ્યું હતું કે, “ભારતના લોકોના સમર્થનના કારણે હું મારી ક્વાર્ટર ફાઇનલ મેચ જીતવામાં સફળ રહી હતી. કૃપા કરીને મને સપોર્ટ કરતા રહો જેથી હું મારી સેમિફાઇનલ મેચ પણ જીતી શકું.”
વ્હીલચેરમાં રમતા ખેલાડીઓ
પેરા ટેબલ ટેનિસમાં 11 કેટેગરી છે. 1 થી 5 કેટેગરીના ખેલાડીઓ વ્હીલચેરમાં રમે છે. વર્ગ 6 થી 10 ના ખેલાડીઓ ઉભા રહીને રમી શકે છે. વર્ગ 11 ના ખેલાડીઓ માનસિક અસ્વસ્થ હોય છે. ભારતની ભાવિનાબેન પટેલે પણ વ્હીલચેરની મદદથી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (IPC) ની સંચાલન સમિતિએ 2017માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનની તમામ મેડલ ઇવેન્ટ્સમાં ત્રીજા સ્થાને પ્લે-ઓફ દૂર કરવા અને હારી ગયેલા સેમિફાઇનલિસ્ટ બંનેને બ્રોન્ઝ મેડલ આપવાની વિનંતી સ્વીકારી હતી. ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર જાહેર કરેલા વીડિયોમાં કહ્યું, ‘તે નિશ્ચિત છે કે, અમે તેને મેડલ જીતતા જોઈશું. કાલે સવારની મેચ (સેમી ફાઇનલ) તે નક્કી કરશે કે તે કયો મેડલ જીતશે.