Paytm 35 હજાર રૂપિયાની સેલેરી પર 20 હજાર અંડરગ્રેજ્યુએટ્સને કરશે હાયર, જાણો કેવી રીતે કરશો અરજી

જો તમે નોકરીની શોધમાં તો તમારા માટે એક સારા સમાચાર છે. દેશની મોટી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કંપની પેટીએમ (Paytm) દિવાળી પહેલા 16,600 કરોડ રૂપિયાનો IPO લાવવા જઈ રહી છે. તેને અત્યાર સુધીમાં દેશનો સૌથી મોટો આઈપીઓ માનવામાં આવી રહ્યો છે. કંપનીને આઈપીઓ લાવતા પહેલા પૂરી રીતે કમર કસી લીધી છે. આ માટે પેટીએમ હવે પોતાના કર્મચારીઓની સંખ્યા વધારવા પર વિચાર કરી રહ્યું છે. Paytmએ અંડરગ્રેજ્યુએટ્સને રોજગારની તક આપવા માટે પોતાનો ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યૂટિવ (FSE) કાર્યક્રમ શરૂ કરી દીધો છે.

સેલ્સ એક્ઝિક્યૂટિવ પોસ્ટ માટે હાયરિંગ

પેટીએમ વેપારીઓને ડિજિટલ અપનાવવા વિશે, શિક્ષિત કરવા માટે 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યૂટિવને (field sales executives)નિયુક્ત કરવાની યોજના બનાવી છે. સેલ્સ એક્ઝિક્યૂટિવ વેપારીઓ અને ઉપયોગકર્તાઓને ડિજિટલ સેવાઓ પર શિક્ષિત કરશે અને કંપનીના વિભિન્ન ડિજિટલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે.

₹35,000 હશે સેલેરી

ભરતી કરવામાં આવેલા ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યૂટિવની પાસે માસિક વેતન 35,000 રૂપિયા સિવાય કમિશનના રૂપમાં વધારે કમાવવાની તક હશે.

શું છે ઉદ્દેશ્ય?

FSE પેટીએમના પ્રોડક્ટની પૂરી શ્રૃંખલાને પ્રોત્સાહન આપશે, જેમાં પેટીએમ ઓલ ઇન વન QR codes,પેટીએમ ઓલ ઇન વન POS મશીન, પેટીએમ સાઉન્ડબોક્સ સાથે-સાથે વોલેટ, યૂપીઆઈ, પેટીએમ પોસ્ટપેન્ડ, મર્ચેન્ટ લોન જેવી કંપનીના પરિસ્થિતિક તંત્રમાં અન્ય ઉત્પાદ સામેલ છે.

10-12 પાસ કરી શકશે અરજી

આ નોકરી માટે કોઇપણ વ્યક્તિ જે ઓછામાં ઓછા 18 વર્ષનો છે અને તે 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ છે તો અરજી કરી શકે છે. ઇચ્છુક ઉમેદવાર વ્યક્તિ એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી પેટીએમનો ઉપયોગ કરીને અરજી કરી શકે છે. બાઇક હશે તેને અગ્રીમતા આપવામાં આવશે. જે યાત્રા કરવામાં સહજ છે અને વેચાણનો પૂર્વ અનુભવ હોય. અરજીકર્તાને સ્થાનિય ભાષા અને ક્ષેત્રનું પણ સારું જ્ઞાન હોવું જોઈએ.

જલ્દી આવી રહ્યો છે Paytmનો આઈપીઓ

ખબર છે કે પેટીએમ પોતાના ₹16,600 કરોડના આઈપીઓ સાથે બજારમાં જલ્દી દસ્તક દેશે. પેટીએમનો આઈપીઓ ઓક્ટોબર સુધી આવવાની સંભાવના છે. કંપનીએ 15 જુલાઇએ માર્કેટ રેગુલેટર સેબી પાસે પોતાના શરૂઆતી શેર વેચાણ માટે ડ્રાફ્ટ પેપર્સ દાખલ કર્યા હતા.

Total
0
Shares
Leave a Reply
Previous Article

Tokyo Olympics, Hockey: ભારતે ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિનાને હરાવ્યું, ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

Next Article

ઇતિહાસમાં પહેલીવાર 12 કોમર્સનું 100% પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

Related Posts
Read More

21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના (Gujarat) સૌરાષ્ટ્ર અને…
Read More

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ દક્ષિણ…
Read More

કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી વિસ્ફોટ : ૬૦ લોકોનાં મોત, ૧૫૦થી વધુ ઘાયલ : બધી ફ્લાઈટો રદ્દ

કાબુલ ઍરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી ISIS એ સ્વીકારી, બાયડન ઍક્શન મોડમાં, લઈ શકે છે મોટો નિર્ણય કાબુલ : તાલિબાનના કબ્જા…
Read More

ચીનમાં પૂરથી વિનાશ : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ…
Total
0
Share