Pixel 6 અને Pixel 6 Pro આવશે નવી ડિઝાઈનમાં, સાથે જ હશે In-House Tensor SoC, જાણો ડિટેલ્સ

ગૂગલ (Google) આ વર્ષે પોતાની Pixel 6 સીરિઝનો સ્માર્ટફોન લોન્ચ કરશે. ઘણા સમયથી Pixel 6 સીરિઝ અંગે અફવાઓ ફેલાઈ રહી હતી. ત્યારે કંપનીએ ગઈકાલે Pixel 6 સીરિઝની અફવાઓ અંગે પુષ્ટી કરી છે, જેમાં Googleનું ઈન-હાઉસ ચિપસેટ, નવી ડિઝાઈન અને અન્ય ફીચર્સ શામેલ છે

ગૂગલ (Google) આ વર્ષે પોતાની Pixel 6 સીરિઝનો સ્માર્ટફોન લોન્ચ કરશે. ઘણા સમયથી Pixel 6 સીરિઝ અંગે અફવાઓ ફેલાઈ રહી હતી. ત્યારે કંપનીએ ગઈકાલે Pixel 6 સીરિઝની અફવાઓ અંગે પુષ્ટી કરી છે, જેમાં Googleનું ઈન-હાઉસ ચિપસેટ, નવી ડિઝાઈન અને અન્ય ફીચર્સ શામેલ છે. અગાઉ આપણે Pixel 6 સીરિઝના રેન્ડર્સ પણ જોયા છે, જેમાં બ્લેક કેમેરા બાર સ્માર્ટફોનની પહોળા ભાગમાં રન થાય છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે રેન્ડર્સે ડિઝાઈનનો ચોક્કસ અંદાજો લગાવ્યો છે. ગૂગલે લોકોના ભ્રમને દૂર કરતા કહ્યું છે કે આ સ્માર્ટફોન Pixel 6 Pro છે, Pixel 6 XL નથી. ગૂગલે જણાવ્યું કે, Pixel 6 અને Pixel 6 Pro ત્રણ કલરમાં આવશે. ઉલ્લેખનીય છે કે, બંને સ્માર્ટફોન બેક સાઈડથી એકસરખા દેખાય છે. ગૂગલે આ બંને સ્માર્ટફોનને ઓળખવા માટે એક ટીપ આપી છે કે સ્માર્ટફોન Pixel 6 Proમાં કેમેરા બારની ઉપરની તરફ થોડી વધુ જગ્યા છે.

ગૂગલે Pixel 6 સીરિઝના સૌથી મોટા ફેરફાર અંગેની જાહેરાત કરી છે. આ અંગે ઘણા સમયથી અફવા ફેલાઈ રહી છે, પરંતુ હકીકતમાં Pixel 6 ગૂગલના ઈન હાઉસ સિલિકોન ચિપસેટ સાથે આવશે. ગૂગલે આ ફીચરને Tensor નામ આપ્યું છે. Googleએ જણાવ્યુ કે, ગૂગલ Tensor ચિપસેટ Googleના સૌથી પાવરફૂલ AI અને ML મોડેલને ડાયરેક્ટ Pixel 6 સ્માર્ટફોનમાં પ્રોસેસ કરી શકે છે. ગૂગલે વધુમાં જણાવ્યું કે, Tensor ચિપ કેમરાની ક્ષમતાઓ, સ્પિચ રેકગ્નિશન તથા અન્ય ફીચરને વધુ યોગ્ય બનાવવામાં મદદ કરશે. સ્માર્ટફોનમાં એક કેમેરા બાર છે, જે Pixel 6 સીરિઝની પહોળા ભાગમાં ચાલે છે. Pixel 6 Pro સ્માર્ટફોન ત્રિપલ રિઅર કેમેરા સાથે આવશે, જયારે Pixel 6 vanilla ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ (ટેલિફોટો લેન્સની સુવિઘા વગર) આવશે. જોકે, Googleએ Pixel 6ના કેમેરા સેમ્પલ રજૂ કર્યા નથી.

Googleએ UIના એક્સપિરિયન્સને યોગ્ય કરવાની વાત કરી, જેને કંપનીના ઈન-હાઉસ ચિપસેટની મદદથી યોગ્ય બનાવાશે. ગૂગલે વધુ જાણકારી આપતા કહ્યું કે તેનું મટીરિયલ UI Pixel 6 પર સૌથી સારી રીતે કામ કરશે. ગૂગલે કહ્યું કે આ સ્માર્ટફોનમાં તમને કલર, કેમેરા, ડિઝાઈન અને સ્ક્રીન તમામ ફીચર એકસાથે આપવામાં આવશે.

કંપનીએ સ્પીચ રેકોગ્નિશનના સુધારા અંગે પણ માહિતી આપી છે. Google Tensor ચિપસેટની મદદથી વોઈસ કમાન્ડ, ટ્રાન્સલેશન, કેપ્શનિંગ અને ડિક્ટેશનનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

ગૂગલે ગઈકાલે રાત્રે Pixel 6 સીરિઝ અંગેની જાણકારી આપી હતી. Pixel 6 તેના સીરિઝનો મહત્વનો સ્માર્ટફોન સાબિત થશે. કંપનીએ કહ્યું કે તે Pixel 6 અને Pixel 6 Pro આ વર્ષે જ લોન્ચ કરશે. જોકે, ભારતમાં આ સ્માર્ટફોનની ઉપલબ્ધતા પર કેટલાક સવાલ થઈ રહ્યા છે કે ગૂગલ છેલ્લા બે વર્ષમાં ભારતમાં Google Pixel સ્માર્ટફોન Pixel 4 અને Pixel 5 લાવ્યું નથી. પરંતુ કંપની Pixel 4a જેવા સ્માર્ટફોનના ટોન્ડ ડાઉન વર્ઝન લાવી રહી છે.

Total
0
Shares
Leave a Reply
Previous Article

ડાંગનો 'વન દેવીનો નેકલેસ' જોયો છે? તસવીરો જોઇને ચોક્કસ આ વીકએન્ડમાં જવાનો બનાવી દેશો પ્લાન

Next Article

WhatsApp પર આજે આ સેટિંગ્સ બદલી દો, નકામા Groupમાં કોઈ નહીં કરી શકે એડ

Related Posts
Total
0
Share