આ જગ્યા એ ભગવાન શ્રીકૃષ્ણ ને વાગ્યો હતો ભાલો ! જાણો ભગવાનના છેલ્લા શ્વાસ સુધીની કહાની…

મિત્રો જો તમે ભગવાન કૃષ્ણના સાચા ભક્ત હોવ તો આ માહિતીને વધુમાં વધુ લોકોને પહોંચાડો લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભુલતા નહીં મિત્રો ભગવાન શ્રીકૃષ્ણના દેશભરમાં ઘણાં મંદિર આવેલા છે.

પણ આજે આપણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા ભગવાન કૃષ્ણના એક અનોખા મંદિર વિશે વાત કરવાના છીએ જ્યાં ભગવાન કૃષ્ણને ભાલો વાગ્યો હતો અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા આ મંદિરનું નામ ભાલકા તીર્થ છે આ મંદિર સોમનાથ મંદિર થી અંદાજે ૫ કિમી દૂર વેરાવળનાં ભાલકા માં આવેલું છે.

ઇતિહાસની વાત કરીએ તો મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું અને એના 36 વર્ષ સુધી યાદવકુળ આવેશમાં આવી ગયા હોવાથી અંદરોઅંદર એકબીજા સાથે ઝઘડા થવા લાગ્યા હતા.

તેઓના દુઃખી થઈને ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે ૫ કિમી દૂર આવેલા વેરાવળના આ સ્થળ પર એક વડના વૃક્ષ નીચે આરામ કરવા આવ્યા હતા ત્યારે આ વિસ્તારમાં જરા નામનું ભીલ શિકાર કરવા નીકળ્યો હતો.

ત્યારે ભૂલથી જરા ભીલ નો ભાલો ભગવાન કૃષ્ણને વાગ્યો હતો જે બાદ ભગવાને ભૂલથી ભાલો વાગતા જરા ભીલ ભગવાન પાસે માફી માંગવા લાગ્યો તે સમયે ભગવાન બોલ્યા તું કેમ ખોટો દુઃખી થઈ રહ્યો છે જે કંઈ થયું તે વિધિના લેખ છે.

જે બાદ ઘાયલ ભગવાન કૃષ્ણ ભાલકા થી થોડે દુર આવેલ સ્થળ નદીના કાંઠે પહોંચ્યા હતા એવું માનવામાં આવે છે કે આ સ્થળ પર જ ભગવાન પંચતત્વમાં વિલીન થઇ ગયા હતા.

આમ ભગવાન શ્રીકૃષ્ણને ભાલો વાગવાથી આા જગ્યાનું નામ ભાલકા પડ્યું અને ભગવાનને અંતિમ શ્વાસ લીધા હતા ત્યાં ભાલકા તીર્થ નામનું મંદિર બન્યું જે વડના ઝાડની નીચે ભગવાને આરામ કર્યો હતો તે વડનું ઝાડ આજે પણ લીલુંછમ છે અને ભાલકાતીર્થ મંદિરમાં ભગવાનની મૂર્તિ પણ આજે આરામ કરતી અવસ્થામાં છે જય શ્રી કૃષ્ણ

Total
0
Shares
Previous Article

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુકાયા મુશ્કેલીમાં ! સોશિયલ મીડિયા પરથી આવ્યા દુઃખદ સમાચાર…

Next Article
Poloforest_Gujarat_aapnucharotar

ચોમાસાનું સ્વર્ગ એટલે પોલો ફોરેસ્ટ,જે છે ગુજરાતનું મીની કાશ્મીર-Polo Forest of Gujarat

Total
0
Share