ગુજરાતના અનેક જિલ્લામાં ગઈ કાલે વરસાદ પડ્યો છે. ભારે ગરમીમાં વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે.બીજીતરફ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વધુમાં હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈ કાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.
હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 14, 15 અને 16 મે આ ત્રણ દિવસની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ પડશે.
ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની હતી. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. જે થન્ડર સ્ટોર્મના રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. તેના માટે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો થયો છે.
તા. 14 મે અને 15 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર. અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ બોટાદ . ભાવનગર તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.