T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપ માટે આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ શકે છે. 17 ઓક્ટોમ્બરથી યુએઈ અને ઓમાનમાં થનારી ટૂર્નામેન્ટ માટે લગભગ 10 ખેલાડીઓના નામ નક્કી છે. જ્યારે 5 સ્થાન માટે 16 દાવેદારો છે.
T20 વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ છે. બીસીસીઆઈ (BCCI) આ અંગે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને કોચ રવિ શાસ્ત્રી સાથે વર્ચુઅલ બેઠક કરી હતી. 15 સભ્યોની ટીમ સિવાય 3 રિઝર્વ ખેલાડીઓ પણ નક્કી કરવામાં આવ્યા છે. વર્લ્ડ કપમાં શ્રીલંકાના પ્રવાસે સારુ પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ(SuryaKumar Yadav)ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે મહેન્દ્રસિંહ ધોની (Ms Dhoni) ટીમમાં મેન્ટર તરીકે જોડાશે. વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે 17 ઓક્ટોમ્બર થી 14 નવેમ્બર સુધીમાં યુએઈ અને ઓમાનમાં પહોંચવું પડશે. ટીમ ઈન્ડિયાએ 2007 બાદ ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો નથી. કોહલી (Virat Kohli)એ કેપ્ટન તરીકે કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતી નથી.
ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ
ભારત વિરુદ્ધ પાકિસ્તાન 24 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ 31 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન 3 નવેમ્બર
ભારત વિરુદ્ધ B1 5 નવેમ્બર
ભારત વિરુદ્ધ A2 8 નવેમ્બર
આઈસીસી ટી20 વિશ્વકપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેવાની છે. આઈસીસીએ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ જંગ 14 નવેમ્બરે રમાશે.
ઈન્ડિયા અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ઈન્ડિયા અને પાકિસ્તાન મેચના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં UAE ખાતે રમાશે, જેમાં ઈન્ડિયા અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. આ બંને ટીમ ગ્રુપ-2માં છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ સામેલ છે. ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે ‘એલ ક્લાસિકો’ 24 ઓકટોબરે દુબઈમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.