T20 World Cup 2021: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, મેન્ટર તરીકે ઘોની સાથે જશે

T20 World Cup 2021: ટી-20 વર્લ્ડ કપ માટે આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ શકે છે. 17 ઓક્ટોમ્બરથી યુએઈ અને ઓમાનમાં થનારી ટૂર્નામેન્ટ માટે લગભગ 10 ખેલાડીઓના નામ નક્કી છે. જ્યારે 5 સ્થાન માટે 16 દાવેદારો છે.

T20 વર્લ્ડ કપમાં આજે ટીમ ઈન્ડિયા (Team India)ની જાહેરાત થઈ  છે. બીસીસીઆઈ (BCCI) આ અંગે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને કોચ રવિ શાસ્ત્રી સાથે વર્ચુઅલ બેઠક કરી હતી. 15 સભ્યોની ટીમ સિવાય 3 રિઝર્વ ખેલાડીઓ પણ નક્કી કરવામાં આવ્યા છે. વર્લ્ડ કપમાં શ્રીલંકાના પ્રવાસે સારુ પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ(SuryaKumar Yadav)ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે મહેન્દ્રસિંહ ધોની (Ms Dhoni) ટીમમાં મેન્ટર તરીકે જોડાશે. વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે 17 ઓક્ટોમ્બર થી 14 નવેમ્બર સુધીમાં યુએઈ અને ઓમાનમાં પહોંચવું પડશે. ટીમ ઈન્ડિયાએ 2007 બાદ ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપ જીત્યો નથી. કોહલી (Virat Kohli)એ કેપ્ટન તરીકે કોઈ પણ આઈસીસી ટ્રોફી જીતી નથી.

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.
રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
ટી20 વિશ્વકપમાં ભારતનો કાર્યક્રમ
ભારત વિરુદ્ધ પાકિસ્તાન 24 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ 31 ઓક્ટોબર
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન 3 નવેમ્બર
ભારત વિરુદ્ધ B1 5 નવેમ્બર
ભારત વિરુદ્ધ A2 8 નવેમ્બર
14 નવેમ્બરે રમાશે ફાઇનલ જંગ

આઈસીસી ટી20 વિશ્વકપના મુખ્ય રાઉન્ડમાં કુલ 12 ટીમ ભાગ લેવાની છે. આઈસીસીએ આ માટે બે ગ્રુપ બનાવ્યા છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ 10 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 11 નવેમ્બરે રમાશે. જ્યારે ફાઇનલ જંગ 14 નવેમ્બરે રમાશે.

ઈન્ડિયા અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
ઈન્ડિયા અને પાકિસ્તાન મેચના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં UAE ખાતે રમાશે, જેમાં ઈન્ડિયા અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. આ બંને ટીમ ગ્રુપ-2માં છે, જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ સામેલ છે. ઈન્ડિયા-પાકિસ્તાન વચ્ચે ‘એલ ક્લાસિકો’ 24 ઓકટોબરે દુબઈમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.

Total
0
Shares
Previous Article

રિલાયન્સ જિયોનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે થઈ રહ્યો છે લોન્ચ, આવા છે ફીચર

Next Article

ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Related Posts
Read More

ભારતીય ક્રિકેટ બોર્ડનો ઐતહાસિક નિર્ણય, પુરુષ અને મહિલા ખેલાડીઓને એક સરખી મેચ ફી મળશે

Historic decision of cricket board મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ…
Read More

India coronavirus cases today: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા, એક્ટિવ કેસ ચાર લાખની નીચે

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,667 કેસ નોંધાયા છે. કેન્દ્રીય…
Read More

જલ્દી આવશે નાકથી અપાતી કોરોના રસી, ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી બીજા ટ્રાયલની મંજૂરી

ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવેલ કોરોના સામેની નાકથી આપવામાં આવતી પ્રથમ વેક્સિનને બીજા તબક્કાનું પરિક્ષણ કરવાની મંજૂરી…
Total
0
Share