તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલના વધુ એક ટીમ મેમ્બર નું થયું નિધન…

સબ ટીવી પર પ્રસારિત થતી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માં તો તમે જોઈ જ હશે.વર્ષ ૨૦૦૮થી આ સિરિયલ ન માત્ર યુવાનો અને બાળકો પરતું વૃદ્ધ ને પણ મનોરંજન પૂરું પાડી રહી છે.

જો કે લોકોને વર્ષોથી મનોરંજન પૂરું પાડતી આ સિરિયલ પર હાલમાં ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.હાલમાં આ સિરિયલ ની ટીમના એક બાદ એક નિધન ના સમાચાર સામે આવી રહ્યા છે.

થોડા વર્ષ પહેલા જ સિરિયલમાં ડોકટર હાથીનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ નું મોત થયું હતું.જે બાદ સિરિયલમાં નટુકાકા નું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકે પણ દુનિયામાંથી વિદાય લીધી હતી.

એવામાં હાલમાં આ સિરિયલ ના વધુ એક ટીમ મેમ્બર ના નિધનના સમાચાર સામે આવ્યા છે.મળતી માહિતી અનુસાર ટીમમાં મેકઅપ આર્ટિસ્ટ નું કામ કરનાર આનંદ પરમાર નું અચાનક નિધન થયું છે.

આનંદ પરમાર છેલ્લા ૧૦ દિવસથી બિમાર હતાં. ટીમ મેમ્બરો તેમને પ્રેમથી દાદા કહી બોલાવતાં હતાં.શોની ટીમ તેમની સાથે ખુબ લાગણીથી જોડાયેલી હતી. જેથી તેમના નિધનના સમાચાર મળતાં જ સૌ લોકો ચોંકી ગયા હતાં. જેને કારણે તેમના નિધન બાદ એક દિવસ સીરિયલનું શુટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું.

Total
0
Shares
Previous Article

આજે Pak Vs Hong Kong, જે જીતશે એ રવિવારે ભારત સામે ટકરાશે; ફરી એક વાર Ind Vs Pak થઈ શકે છે આમને સામને ......

Next Article

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીએ અચાનક જ કરી નિવૃત્તિની જાહેરાત…

Related Posts
Read More

PM મોદીએ કેદારનાથ બાદ બદ્રીનાથમાં પૂજા કરી:મોદી હવે માણા પહોંચ્યા, PM આજે રાત્રે વિષ્ણુના ધામમાં રોકાશે

મોદીએ કેદારનાથમાં 20 મિનિટ ભોલેનાથની પૂજા કરી હતી. કેદારનાથમાં હિમાચલી ટોપી અને વિશેષ સફેદ ડ્રેસમાં બાબાનાં દર્શન કર્યા…
Read More

ભારતીય ક્રિકેટ બોર્ડનો ઐતહાસિક નિર્ણય, પુરુષ અને મહિલા ખેલાડીઓને એક સરખી મેચ ફી મળશે

Historic decision of cricket board મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ…
Read More

ગુજરાત: આણંદ પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

રણછોડરાય મંદિર તમે અહીંથી લગભગ 35 કિમીના અંતરે સ્થિત રણછોડરાય મંદિરની મુલાકાત લઈને આનંદ પર્યટનની શરૂઆત કરી શકો…
Total
0
Share