ભારતીય પુરુષ હોકી ટીમ (Indian Hockey Team)એ ઓલમ્પિક (Tokyo Olympics)ની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે પોતાની ચોથી મેચમાં 2016 રિયો ઓલમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ આર્જેન્ટિના (India Beat Argentina)ની ટીમને 3-1થી મ્હાત આપી. ટીમની આ ચાર મેચોમાંથી ત્રીજી જીત છે. ટીમને ન્યૂઝીલેન્ડ, સ્પેન અને આર્જેર્ન્ટિનાની વિરુદ્ધ જીત મળી છે. ભારતને માત્ર ઓસ્ટ્રેલિયાથી હાર મળી. ટીમ ગ્રુપ-એની પોતાની અંતિમ મેચમાં 30 જુલાઈએ મેજબાન જાપાન સામે ટકરાશે.
મેચમાં ભારત અને આર્જેન્ટિના બંનેએ સારી શરૂઆત કરી હતી. પહેલા ક્વાર્ટરમાં કોઈ ટીમ ગોલ ન કરી શકી. બીજા ક્વાર્ટરમાં પણ કોઈ ગોલ ન થયો. હાફ ટાઇમ સુધી સ્કોર 0-0થી બરાબર હતો. બંને ટીમો પહેલી 30 મિનિટમાં પેનલ્ટી કોર્નર પ્રાપ્ત ન કરી શકી. 43મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર વરુણ કુમારે ગોલ કરીને ભારતને 1-0થી સરસાઈ અપાવી.
ચોથા ક્વાર્ટરમાં ભારતે બે ગોલ કર્યા
આર્જેન્ટિનાએ ચોથા ક્વાર્ટરમાં વાપસી કરી. 48મી મિનિટમાં મૈકો સ્કૂથે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો. ત્યારબાદ બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી. 58મી મિનિટમાં ભારત તરફથી વિવેક સાગરે ગોલ કરીને ટીમને 2-1થી સરસાઈ અપાવી દીધી. બાદમાં 59મી મિનિટમાં હરમનપ્રિત સિંહે કોર્નર પર ગોલ કરીને ટીમને 3-1થી મોટી સરસાઈ અપાવી. ભારતને કુલ 8 કોર્નર મળ્યા અને બેમાં ભારતે ગોલ કર્યા.
ભારત ગ્રુપમાં બીજા નંબર પર
ત્રીજી જીતની સાથે ભારતીય હોકી ટીમ ગ્રુપ-એમાં 9 પોઇન્ટની સાથે બીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાએ તમામ 4 મેચ જીતી છે અને 12 પોઇન્ટની સાથે ટીમ ટોપ પર છે. સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિનાને ત્રણેય ટીમ 4-4 મેચ બાદ 4-4 પોઇન્ટ છે. પરંતુ ગોલ સરેરાશના આધાર પર સ્પેન ત્રીજા નંબરે, ન્યૂઝીલેન્ડ ચોથા અને આર્જેન્ટિનાની ટીમ પાંચમા સ્થાન પર છે. મેજબાન જાપાનના 4 મેચમાં 1 પોઇન્ટ છે. ટીમે હજુ સુધી કોઈ મેચ જીતી નથી.