UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે (Lucknow-Ayodhya Highway) પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. આ બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેને ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે દુર્ઘટનામાં લગભગ 18 લોકોનાં કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસી પર પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલોને ટ્રોમા સેન્ટર લખનઉ રેફર કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશનની હદમાં લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદીના પુલ પર થયો. મળતી જાણકારી મુજબ, પુલ પર ખરાબ થઈને ઊભી રહેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રક-ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. તેના કારણે બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે 11 મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા. જ્યારે અનેક લોકોને જિલ્લા હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત થયા. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી લાશોને હાઇવેથી હટાવી અને ઘાયલોને હૉસ્પિટલ મોકલ્યા.

હરિયાણાથી બિહાર જઈ રહી હતી બસ

પ્રાઇવેટ ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. ત્યારે કલ્યાણી નદીની પાસે બસ ખરાબ થઈ ગઈ. મળતી જાણકારી મુજબ, એક્સેલ તૂટી જવાના કારણે બસ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ મુસાફરો બસમાંથી નીચે ઉતરીને નીચે, આગળ અને આસપાસ સૂઈ ગયા. આ દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી. તેના કારણે ઘટનાસ્થળે જ 11 લોકોનાં મોત થઈ ગયા.

અનેક કિલોમીટર સુધી ટ્રાફિકજામ

દુર્ઘટના બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ. તેના કારણે લગભગ અનેક કિલોમીટર સુધી લાંબો જામ થઈ ગયો. દુર્ઘટનાના થોડા સમય બાદ જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. બારાબંકી એસપી યમુના પ્રસાદ, એસડીએમ જિતેન્દ્ર કટિયાર અને સીઓ પંકજ સિંહના નેતૃત્વમાં વરસાદની વચ્ચે પોલીસે સ્થાનિકોની મદદથી લાશોને બહાર કાઢી અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા.

Total
0
Shares
Leave a Reply
Previous Article

Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈની પસંદગી, BJP વિધાયક દળની બેઠકમાં નિર્ણય

Next Article

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

Related Posts
Read More

વોશિંગટનમાં ગૂંજ્યા મોદી-મોદીના નારા! જોરદાર સ્વાગત પર PMએ કહ્યુ- પ્રવાસી ભારતીય આપણી તાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગટન ડીસીમાં એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું, જુઓ PHOTOS ત્રણ દિવસીય યાત્રા…
Read More

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં આગામી…
Total
0
Share