સંસદમાં મતદાન સમયે અચાનક આવી ગયો ઊંદર, Video – જુઓ – પછી કેવી થઈ જોવા જેવી?
સ્પેન સંસદ (Spain Parliament)માં ઉંદર (rat)ના કારણે બધુ જ કામ ઠપ થઈ ગયું. મહિલા સાંસદો (woman MP) ચીસો પાડવા લાગ્યા. આ વીડિયો જોઈ લોકોએ તેના પર મજા લેવાનું શરૂ કરી દીધુ
સ્પેનની સંસદમાં બુધવારે, એક ઉંદર સંસદમાં ઘુસી આવ્યો તો અફરા-તફરી ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, બુધવારે એક બિલ પર મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક ઉંદર સદનમાં આવી ગયો. પછી શું, સંસદમાં બધુ જ કામ ઠપ થઈ ગયું. મહિલા સાંસદો બૂમો પાડવા લાગી અને કેટલાક લોકો ઉંદર શોધવાનું શરૂ કરી દીધુ. ત્યારે, કેટલાક લોકો પગ ઉંચા કરીને પોતાને બચાવવા પ્રયાસ કરવા લાગ્યા. ન્યૂઝ એજન્સી રોઈટર્સે તેનો વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સંસદના સ્પીકર ઉંદર સામે જોતાની સાથે જ ચીસ નીકળી ગઈ. હોલમાં બેઠેલા બાકીના સાંસદો પણ ખુરશી છોડીને ઉભા થઈ ગયા. સાંસદો ગભરાયેલા દેખાઈ રહ્યા છે. શાંત રહેવાની અપીલ કરવા છતાં, ઘણા સભ્યો ચીસો પાડી રહ્યા છે અને અહીં અને ત્યાં દોડતા જોવા મળે છે.