WhatsApp લાવશે દમદાર ફીચર, હવે તમારી જાતે જ બનાવી શકશો ગ્રુપ આઈકોન

મેસેજીંગ એપ વ્હોટ્સએપ (WhatsApp)સમયાંતરે પોતાના યુઝર્સ માટે અવનવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હાલ અહેવાલો છે કે વ્હોટ્સએપમાં ફરી એક નવું ફીચર (WhatsApp new feature)આવશે.

મેસેજીંગ એપ વ્હોટ્સએપ (WhatsApp)સમયાંતરે પોતાના યુઝર્સ માટે અવનવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હાલ અહેવાલો છે કે વ્હોટ્સએપમાં ફરી એક નવું ફીચર (WhatsApp new feature)આવશે. જેમાં ગ્રુપ મેમ્બર્સ ઈમોજી અને બેકગ્રાઉન્ડ કલર (Emoji and background color)દ્વારા આઈકન્સ ક્રિએટ કરી શકશે. ઈમોજીની જગ્યાએ તેઓ સ્ટીકર્સ પણ વાપરી શકશે. હાલ આ ફીચર iOS બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે અને આગામી સપ્તાહમાં એન્ડ્રોઈડ બીટા ચેનલ્સ (Android beta channels) માટે ઉપલબ્ધ બનશે.

તમારી પાસે આ ફીચર છે કે નહીં તે જાણવા માટે કોઇ પણ વ્હોટ્સએપ ગ્રુપમાં જાઓ, જેમાં તમે મેમ્બર છો અને કેમેરા આઈકન પર ટેપ કરો. તમને એક ઈમોજી અને સ્ટિકરનો એક નવો વિકલ્પ જોવા મળશે. જો તમને આ વિકલ્પ નથી મળતો તો તમારા માટે હજુ આ ફીચર હજુ ઉપલબ્ધ થયું નથી.

કઇ રીતે કામ કરશે આ ફીચર?

તમે તમારા ફોનમાં ઇન્સ્ટોલ તમામ ઇમોજીમાંથી કોઇ પણ પસંદ કરી શકો છો અથવા ફોન પર ડાઉનલોડ કરેલા સ્ટિકર્સમાંથી કોઇ એક સ્ટિકર પસંદ કરી શકો છો. તમે બેકગ્રાઉન્ડ કલર પણ પસંદ કરી શકો છો, જેના પર તમે સ્ટીકર કે ઇમોજી રાખવા ઇચ્છો છો. ત્યાર બાદ તમે આ ફોટોને ગ્રુપ આઈકન તરીકે ઉપયોગમાં લઇ શકો છો.

આપને જણાવી દઇએ કે તમારે ફોનમાં વોટ્સએપ બીટા ઇન્સ્ટોલ કરીને ટેસ્ટિંગમાં લેવો પડશે. હાલ આ ટેસ્ટિંગના તમામ સ્લોટ ફુલ છે, પરંતુ ટૂંક સમયમાં જ ફરી ખુલશે. તો તેના પર નજર રાખો. એન્ડ્રોઇડ યૂઝર્સને પણ આવનારા ટૂંક સમયમાં જ બીટા ફિચર મળી જશે.

આ ફીચર્સની પણ ચાલું છે તૈયારી

વોટ્સએપ દ્વારા હાલમાં જ આવનારા નવા ફીચર્સ વિશે જાણકારી આપી હતી, જે નજીકના ભવિષ્યમાં યુઝર્સ માટે ઉપલબ્ધ બનશે. જેમાં iOS અને એન્ડ્રોઇડ બંને યુઝર્સ માટે મલ્ટી-ડિવાઇસ સપોર્ટ સામેલ છે, જેમાં યુઝર 5 અલગ અલગ ડિવાઇસ સાથે એક જ અકાઉન્ટ દ્વારા લોગીન કરી શકશે. આ સિવાય કંપની ન્યૂ યેલો-લાઇક પેજીસ પણ ઉમેરવા જઇ રહી છે. નવીનત્તમ અપડેટ અનુસાર વોટ્સએપ 1 નવેમ્બરથી 43 મોબાઇલમાં બંધ થવા જઇ રહ્યું છે.

Total
0
Shares
Previous Article

વિરાટ કોહલી ચાલુ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડશે, ચોકાવનારો નિર્ણય

Next Article

Electric Highway: આવી રીતે કામ કરશે દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે, જાણો શું હશે ખાસ?

Related Posts
Read More

ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

આવો જાણીએ એ 43 સ્માર્ટફોન વિશે જેની પર પહેલી નવેમ્બરથી WhatsApp નહીં ચાલે પોપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ…
Read More

Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી…
Total
0
Share