Xiaomi Mi Pad 5 અને Mi Pad 5 Pro ટેબ્લેટ થયા લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ અને કિંમત

Xiaomi Tablets Launched: શિઓમીએ બે ટેબ્લેટ ઉપરાંત Mi Mix 4 સ્માર્ટફોન અને Mi TV OLED રેન્જ લોન્ચ કરી, જાણો ફીચર્સ અને કિંમત

શાઓમી (Xiaomi)એ ટેબ્લેટની નવી રેન્જ Mi Pad 5 અને Mi Pad 5 Pro લોન્ચ કરી છે. કંપનીએ ચીનમાં એક ઓનલાઈન ઈવેન્ટ દરમિયાન આ ટેબ્લેટની સાથે સાથે Mi Mix 4 સ્માર્ટફોન અને Mi TV OLED રેન્જ લોન્ચ કરી છે. Mi Pad 5 સીરિઝની વાત કરવામાં આવે તો, તે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 870 SoC સાથે આવે છે. બંને ટેબમાં 11 ઈંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ટેબ્લેટમાં મોટી બેટરી અને ઓડિયો માટે ડોલ્બી અટમોસ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ટેબ્લેટ ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે, તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. અહીયા ટેબ્લેટની કિંમત અને અન્ય ફીચરની જાણકારી આપવામાં આવી છે.

Mi Pad 5ની કિંમત CNY 1999 (અંદાજે રૂ. 23,000) છે, જેમાં 6GB RAM અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. 6GB RAM અને 256GB વેરિએન્ટની કિંમત CNY 2299 (અંદાજે રૂ. 26,300) છે.

બીજી તરફ Mi Pad 5 Proમાં 6GB RAM અને 128GBની સુવિધા આપવામાં આવી છે, જે CNY 2,499 (અંદાજે રૂ. 28,600)માં લોન્ચ કરવામાં આવ્યો છે. 6GB RAM અને 256GB સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત XNY 2799 (અંદાજે રૂ. 32,100) છે. તેના ટોપ એન્ડ 8GB RAM અને 256GB સ્ટોરેજની કિંમત CNY 3499 (અંદાજે રૂ. 40,100) છે.

Mi Pad 5ના ફીચર્સ
Mi Pad 5માં 11 ઈંચની LCD ડિસપ્લે આપવામાં આવી છે, જેમાં 2560×1600 સ્ક્રીન રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. ફોનની ડિસપ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે અને તેમાં HDR 10 તથા Truetone ફીચર આપવામાં આવ્યું છે. Mi Pad 5માં ડોલ્બી વિઝન સપોર્ટ આપવામાં આવ્યું છે અને તે MIUI પર કામ કરે છે. ટેબમાં હાઈ રિઝોલ્યુશન ઓડિયો અને ડોલ્બી એટમોસ આપવામાં આવ્યું છે. પાવર માટે તેમાં 8720mAh બેટરી આપવામાં આવી છે, જેની સાથે 33Wનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવી છે.

Mi Pad 5 પ્રોના ફીચર્સ

Mi Pad 5 Proમાં 11 ઈંચની LCD ડિસપ્લે આપવામાં આવી છે, જેમાં 2560×1600 સ્ક્રીન રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. ફોનની ડિસપ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે અને તેમાં HDR 10, TrueTone તથા ડોલ્બી વિઝન સપોર્ટ કરે છે. તેમાં 50 મેગાપિક્સલનો મેઈન કેમેરા અને 13 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે Mi Pad 5 Proમાં 8600mAhની બેટરી આપવામાં આવી છે, જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Total
0
Shares
Previous Article

ISRO લોન્ચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામીથી મિશન આંશિક રીતે નિષ્ફળ

Next Article

Nokiaના નવા બજેટ સ્માર્ટફોનની કિંમત છે માત્ર 8099 રૂપિયા, મળશે HD+ ડિસ્પ્લે અને 4950mAh બેટરી

Related Posts
Read More

Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

Facebook, WhatsApp, Instagram Outage: અમીરોની યાદીમાં પણ માર્ક ઝકરબર્ગ ગબડીને માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સથી એક સ્થાન નીચે આવી…
Total
0
Share