Xiaomi કેશલેશ પેમેન્ટ માટે કર્યુ નવું ઈનોવેશન, NFCથી સજ્જ વોચ સ્ટ્રેપ કરશે લોન્ચ

NFC-equipped watch straps: Xiaomi ઇન્ડિયાના (Xiaomi india) કાર્યકારી રઘુ રેડ્ડીએ ટ્વિટર (tweet) દ્વારા આ અંગે જાહેરાત કરી છે. આ સ્ટ્રેપ યુઝર્સને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવા માટે Mi Payના માધ્યમથી સિંક કરવામાં આવશે. જોકે હજુ આ એનએફસી સ્ટ્રેપ (NFC-equipped watch straps) વિશે વધુ વિગતો સામે આવી નથી.

ટેક દિગ્ગજ કંપની Xiaomi ભારતમાં NFCથી સજ્જ વોચ સ્ટ્રેપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Xiaomi ઇન્ડિયાના કાર્યકારી રઘુ રેડ્ડીએ ટ્વિટર દ્વારા આ અંગે જાહેરાત કરી છે. આ સ્ટ્રેપ યુઝર્સને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરવા માટે Mi Payના માધ્યમથી સિંક કરવામાં આવશે. જોકે હજુ આ એનએફસી સ્ટ્રેપ વિશે વધુ વિગતો સામે આવી નથી.

આ જાહેરાત 28 સપ્ટેમ્બર, 2021ના રોજ શરૂ થયેલ ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાઓમીએ આ સ્ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો. ડિવાઇસને પાવર આપવા માટે RuPay, RBL બેંક અને ફિનટેક પ્લેટફોર્મ Zetaની સાથે ભાગીદારીમાં Xiaomi વોચ સ્ટ્રેપ લોન્ચ કરાયા છે. આ ડિવાઇસ શરૂઆતમાં અમુક બેંકો સુધી જ સિમિત હોઇ શકે છે, પરંતુ લાંબાગાળે યુઝર્સને વધુ વિકલ્પો મળી શકે છે.

UPI પેમેન્ટ 6.2 લાખ કરોડ વધશે
RBI ઇનોવેશન હબના સીઇઓ રાજેશ બંસલનો હવાલો આપી જણાવાયું છે કે ભારતમાં UPI પેમેન્ટ 2021 સુધી લગભગ 2.3 લાખ કરોડ રૂપિયા છે, પરંતુ તે વર્ષ 2025 સુધીમાં 6.2 લાખ કરોડ રૂપિયા સુધી વધી જશે. તેથી સંભવિત રૂપે આગામી 4 વર્ષોમાં 22 ટકાના સીએજીઆર પર વધવાની શક્યતા છે. બંસલે કથિત રીતે જણાવ્યું કે દેશમાં પાંચમાંથી માત્ર 1 વ્યક્તિ હજુ સક્રિય રીતે ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે અને જણાવ્યું કે તે વિકાસના વ્યાપક વિસ્તારને દર્શાવે છે, જે ભારતમાં ફિનટેક ફર્મની પાસે તત્કાલ ભવિષ્ય છે.

બંસલે વધુમાં ઉમેર્યુ કે, કઇ રીતે ભારતનો જીડીપી ગુણોત્તર 14.1 ટકા છે, જે OECD દેશોના 5 ટકા ઓછા ગુણોત્તરથી પણ ઘણો પાછળ છે. કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે Xiaomi NFC વોચ સ્ટ્રેપ જેવા ઉપકરણોની સાથે ભારતમાં વધુ ઉપયોગકર્તા ઓનલાઇન નાણાકિય સેવાઓને અપનાવવાનું શરૂ કરી શકે છે.

કારણ કે પેમેન્ટ કરવામાં સરળતા વધી થાય છે. હાલ દેશમાં સ્ટ્રેપ્સની લોન્ચ ડેટ કે પ્રાઇઝ અંગે કોઇ ખુલાસ કરાયો નથી. તે પણ સ્પષ્ટ નથી કે NFC સ્ટ્રેપ્સ કઇ વોચ સાથે કામ કરશે અને તે જોવું વધુ રસપ્રદ હશે કે શું તે એનાલોગ વોચ માટે કોન્ટેક્ટલેસ પેમેન્ટ લાવે છે કે કેમ.

Total
0
Shares
Previous Article

દરરોજ 2થી 3 કિવી ખાવાથી થતાં ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત, અનેક રોગમાં આપે છે રાહત

Next Article

આજે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Related Posts
Read More

વોટસએપનો એક વધું ઉપહાર : એકસાથે 30 ઓડિયો ફાઇલ મોકલી શકાશે

વોટસએપ દરરોજ નવાં નવાં અપડેટસ લાવી રહ્યાં છે. જમાનાં પ્રમાણે દરેક ઉપભોક્તા વોટસએપનાં નવાં નવાં અપડેટ્સને આવકારી રહ્યાં…
Read More

ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

આવો જાણીએ એ 43 સ્માર્ટફોન વિશે જેની પર પહેલી નવેમ્બરથી WhatsApp નહીં ચાલે પોપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ…
Read More

નોન પ્રિમિયમ યુઝર્સ માટે પિક્ચર્સ – ઇન-પિક્ચર્સ મોડ લાવી રહ્યું છે યુ-ટ્યુબ

મોબાઇલ યુગમાં ક્રાંતિકારી પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. વોટસએપ હોય કે ફેસબુક, ગુગલ, ટ્વીટર જેવાં સોશિયલ મીડિયા એપ…
Total
0
Share