electric supercar MMM Azani : સ્પીડના દિવાના લોકો માટે કાર ખુબ જ પસંદ આવી શકે છે. કંપનીનો દાવો છે કે અઝાની સુપરકાર 350 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડની સાથે આવે છે. આ બે સેકેન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિમી પ્રતિ કલાક સ્પીડ ઉપર પહોંચી જાય છે.
ફૂલ સ્પીડ કોને ના ગમે? અને જો સુપરકાર્સ ઇલેક્ટ્રીક હોય (electric supercar) તો તેની ડિમાંડ વધારે વધી જાય. એક ભારતીય સ્ટાર્ટઅપ કંપની મીન મેટલ મોટર્સે (Mean Metal Motors) આ પ્રકારના એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનો દાવો કરી રહી છે. કંપની ભારતની પહેલી ઇલેક્ટ્રીક સુપરકાર (India’s first electric supercar) બનાવી રહી છે. જેને Azani નામ આપવામાં આવ્યું છે. દેખાવમાં આ કાર McLaren સુપરકાર્સ જેવી દેખાય છે.
ડિઝાઈનની વાત કરીએ તો આ સ્લીક અને એગ્રેસિવ ફ્રંડ લુક સાથે સંપૂર્ણ પણે કવર્ડ પેનલ આપવામાં આવ્યું છે. કારના એલઈડી હેડલેંપ્સ આના મોટા સાઈડ એર વેંટસમાં આપવામાં આવ્યું છે. આ પ્રકારે પહોંળા વ્હીલ આર્ચ, થોડા ઉપર જાતી શોલ્ડર લાઈન, ઓલ બ્લેક કોકપિટ અને એરોડાયનામિક ટેલ સેક્શન મળે છે. આમાં ટેલલાઈટ્સના રૂપમાં સ્લીક એલઈઈડી સ્ટ્રીપ મળે છે.
2 સેકન્ડમાં મેળવો 100kmph સ્પીડ
સ્પીડના દિવાના લોકો માટે કાર ખુબ જ પસંદ આવી શકે છે. કંપનીનો દાવો છે કે અઝાની સુપરકાર 350 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડની સાથે આવે છે. આ બે સેકેન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિમી પ્રતિ કલાક સ્પીડ ઉપર પહોંચી જાય છે.
સુપરકારમાં 1000 એચપીથી વધારે ઇલેક્ટ્રીક મોટર
સુપરકારમાં 1000 એચપીથી વધારે ઇલેક્ટ્રીક મોટર લગાવેલી આવે છે. કંપનીનો દાવો છે કે આ એક વખત ચાર્જ કરવાથી 700 કિમી સુધી ચાલે છે.
આગામી વર્ષે આવશે કાર
આ સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે 2022ની બીજા છમાસિક ક્વાર્ટરમાં આનું પહેલું પ્રોટોટાઈપ લાવશે. કારની કિંમત 1,20,200 ડોલર એટલે 89 લાખ રૂપિયા હશે. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રીક સુપર કાર માઈક્રો ફેસિલિટીમાં બનાવાશે. જેમાં એક પારંપરિક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની તુલનાએ 1/5નો ખર્ચ આવશે. કંપનીનો ટાર્ગેટ 2030 સુધી 34 મિલિયન ઈવીની સાથે 750 બિલિયન ડોલરથી વધારે માર્કેટ સેગમેંટમાં ટેપ કરવું છે.
MMM કંપની વર્ષ 2012માં શરૂ કરાઇ હતી
MMM કંપનીની સ્થાપના સાર્થક પોલ દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી હતી. જેને એક બ્રાન્ડ તરીકે 2014માં શામેલ કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ ભારતની પ્રથમ અને એકમાત્ર ઉત્પાદન હાઇ પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક સુપર કાર બનાવવાનો હતો, જે ભવિષ્યની આધુનિક અને ટેકનોલોજી ઇનોવેશનથી સજ્જ હશે.