પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય
આણંદ-ખંભાતના રેલવે યાત્રીઓ માટે કોરોના કાળમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી મેમુ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી આણંદ-ખંભાત પેસેન્જર મેમુ ટ્રેન (anand-khambhat-train) ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પરંતુ રેલવે તંત્ર દ્વારા હાલમાં સ્પેશિયલ ટ્રેન દોડવવાના નામે ઉઘરાણું શરૂ કર્યા હોય તેમ સામાન્ય મેમુ કરતાં ૧૫૦ ટકા ભાડાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આણંદથી ખંભાત (anand-khambhat-train) વચ્ચે ડેમુનું ભાડું રૂ. ૧૫ હતું તે આજથી રૂ. ૩૫ વસુલવાનું શરૂ કરાયું છે. અપડાઉન કરનારાઓ માટે સૌથી માઠી બાબત એ છે કે આજથી શરૂ કરાયેલી ટ્રેનમાં પાસ માન્ય નથી.
પરંતુ અગાઉ આણંદ-ખંભાત વચ્ચે ડેમુ (ડિઝલ) ટ્રેન (anand-khambhat-train) દોડતી હતી તેને બદલે આજથી મેમુ (ઇલેક્ટ્રીક) દોડાવવાની જાહેરાત રેલવે દ્વારા ગાઇ વગાડીને કરાઇ હતી. પરંતુ આજે સોમવારથી શરૂ કરાયેલી ટ્રેનમાં અગાઉની જેમ જ ડેમુ હતી. એટલું જ નહીં કોરોના પહેલા આણંદ-ખંભાત (anand-khambhat-train) વચ્ચે રૂ. ૧૫ના ભાડાને બદલે આજની નવી વ્યવસ્થા મુજબ રૂ. ૩૫ વસુલવામાં આવ્યા છે. દરમિયાન આજથી આણંદ-ગોધરા રેલવે લાઇન પર પણ પેસેન્જર વ્યવહાર શરૂ કરાયો છે પરંતુ તેમાં પણ ખંભાત રૂટ જેવી જ હાલત છે.