ગંગા એક્રો વૂલ જે વિવિધ પ્રકારના ઊન બનાવે છે તેઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર તાજેતરમાં એક ‘ક્રોશેટ ઈન પબ્લિક’ હરીફાઈ આયોજિત કરી. તેમાં કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકે.આ હરીફાઈ માં 300 મહિલા અને બાળકો એ ભાગ લીધો હતો. એમાંથી 30 વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં.
ગુજરાતમાંથી કોમલ નિરંજનભાઇ પટેલને વિજેતા ઘોષિત કર્યા. કોમલ નિરંજનભાઇ પટેલ હંમેશા નોકરી પર આવવા જવાનાં સમયમાં ટ્રેનમાં ક્રોશેટ કરતા હોય છે તેનો ફોટો મોકલ્યો હતો અને તેમાં તેમની પસંદગી થઈ. તમામ વિજેતાને ગંગા વૂલ એક્રો તરફથી વૂલ અને સર્ટિફિકેટ આપવામા આવ્યાં.ગંગા વૂલ એક્રોએ નવી વેરાયટી બ્લેન્કી, ક્રિપટૉ અને જીન્સ ઊન બનાવ્યા છે તેં ઊન આપવામા આવ્યાં. આ કોરોનાનાં સમયમાં ગંગા વૂલ એક્રો દ્રારા આવી હરીફાઈ આયોજિત કરી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં તે માટે કોમલ નિરંજનભાઇ પટેલ ગંગા વૂલ એક્રોનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે અને
ભવિષ્યમાં આવી હરીફાઈ નું આયોજન કરતા રહે અને બધી બહેનો ભાગ લે એવી આશા રાખીયે છીએ.
