ગુજરાતમાં આગામી ચાર દિવસ છે ભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં Red Alert

સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં (Heavy rainfall in Saurashtra) મેધમહેરની સ્થિતિ મેઘકહેરમાં પરિવર્તિત થઇ છે. ત્યારે હવામાન વિભાગે (weather forecast) 15મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની (Red alert in Saurashtra) ચેતવણી આપવામાં આવી છે. આ સાથે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ ગુજરાતમાં (Gujarat monsoon forecast) મૂશળધાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. હાલ લૉ પ્રેશર સિસ્ટમ (Low pressure system) સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સિસ્ટમ ઓડીશા (Odisha) પર સ્થિર છે પરંતુ તે ગુજરાત તરફ આવશે, જેનાથી સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

આજ ે આ શહેરોમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ખેડા, આણંદ, રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ આગાહી કરતા જણાવ્યું છે કે, આ ભાદરવો ભરપૂર રહેશે. હજી 22મી તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે કે, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મધ્ય ગુજરાત, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, સિદ્વપુર, પાલનપુરના ભાગોમાં તારીખ 13થી 15 અને 17થી 22માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે

મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી, સૌથી વધુ જામનગર જિલ્લો અસરગ્રસ્ત બન્યો છે. ખેતીની જમીનનું થયેલું ધોવાણ ખેડૂતો માટે પડકારરૂપ બન્યું છે, 100થી વધુ પશુઓનાં મોત થયા હતા તો 4700 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.

મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને લોકોને પડેલી હાલાકી નજરે નિહાળી હતી. બાદમાં મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે, સરવેની કામગીરી બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે.
Total
0
Shares
Previous Article

ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 20.5 ઇંચ ખાબક્યો

Next Article

Apple iPhone 13: દમદાર ફીચર્સની સાથે એપલ આઇફોન-13 અને વૉચ સીરીઝ-7 લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

Related Posts
Read More

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા…
Read More

ચીનમાં પૂરથી વિનાશ : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ…
Read More

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ…
Total
0
Share