કોરોના લૉકડાઉનમાં છૂટછાટ આપી ત્યારથી મનાલીમાં પર્યટકોની ભારે ભીડ જામી છે પરંતુ જો તમે ફરવા જાઓ છો તો આ નિયમો ધ્યાનમાં રાખી લેજો.
- ફરવા જતા પહેલા રાખજો ધ્યાન
- માસ્ક નહી હોય તો 5000 રૂપિયાનો દંડ
- હિમાચલમાં થશે 8 દિવસની જેલ
લોકોની વધતી ભીડને લઇને પ્રસાશને મોટો નિર્ણય કર્યો છે અને કડકાઇથી નિયમોનું પાલન કરાવી રહ્યાં છે. પ્રસાશને આદેશ આપતા કહ્યું છે કે મનાલીમાં જો કોઇ વ્યક્તિ માસ્ક વગર પકડાશે તો 5000 રૂપિયાનો દંડ અથવા 8 દિવસની જેલ કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં જ્યારથી કોરોનાના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જઇ રહ્યાં છે. બહારના રાજ્યોમાંથી રોજ 18-20 હજાર લોકોના વાહન દાખલ થઇ રહ્યાં છે. બહારના રાજ્યોથી લોકો હિમાચલમાં આવી રહ્યાં છે જેનાથી રાજ્યમાં કોરોનાનો ખતરો વધી જવાની સંભાવના છે.
પ્રશાસને કડક નિયમો બનાવ્યા છે અને જો તેનું પાલન નહી થાય તો સજા મળશે તે નક્કી છે. જુલાઇના 6 દિવસમાં જ હિમાચલ પ્રદેશમાં 1656 લોકોના માસ્ક વગરના ચલાણ કપાયા છે. તેમાં સૌથી વધારે શિમલા, બાદમાં કુલ્લુમાં ચલાણ કપાયા છે. માસ્ક વગર 88 હજારથી વધારે ચલાણ કાપવામાં આવ્યા છે. લોકો પાસેથી અત્યાર સુધી લગભગ 5 કરોડ રૂપિયાનો દંડ લેવામાં આવ્યો છે.
જૂનના પહેલા પખવાડીયા સુધી હિમાચલમાં દાખલ થવા માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી હતો પરંતુ બાદમાં સરકારે આ શરતને હટાવી લીધી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ભીડ આવવા લાગી હતી. હવે આ પ્રકારના રુલ્સ બનાવવામં આવ્યા છે.