ચરોતરમાં વિશ્વ યોગ દિવસ 2021ની ઠેર ઠેર ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

– આણંદ જિલ્લાની શાળા-કોલેજો સહિત સામાજિક સંસ્થાઓમાં આયોજન

– કોરોનાના કપરાં કાળમાં યોગનું મૂલ્ય સમજાયું : યોગ દિવસની સાથે વિશ્વ સંગીત દિવસની પણ ઉજવણી કરવામાં આવી

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આવેલ વિવિધ શાળા-કોલેજો તેમજ સામાજિક સંસ્થાઓ ખાતે આજે સાતમાં વિશ્વ યોગ દિવસ-૨૦૨૧ની ઉજવણી કરાઈ હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર યોજાયેલ યોગ કોચ-યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણ સમારોહના કાર્યક્રમમાં આણંદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ૨૦ યોગ કોચ-ટ્રેનરને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.

આ પ્રંસંગે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, વડાપ્રધાને વિશ્વમાં યોગનું મહત્વ પ્રસ્થાપિત કરી આપણી સંસ્કૃતિ પ્રણાલીને ઉજાગર કરી મહામુલી ભેટ આપી છે. કોરોનાના કપરાં કાળમાં આપણને યોગનું મહત્વ સમજાવ્યું છે. તેમાંય ખાસ કરીને પ્રાણાયામથી ફેફસાં મજબૂત બને છે તેની સમજ મળી છે ત્યારે આપણે આપણાં આ યોગ વિજ્ઞાાનનો ઉપયોગ કરી તન-મનની તંદુરસ્તી મેળવીએ તે જરૂરી છે. યોગ ટ્રેનર-કોચને યોગ વિજ્ઞાાનનો પ્રચાર-પ્રસાર કરીને તન-મનની તંદુરસ્તી માટે પોતાનું યોગદાન આપવા તેઓએ અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આણંદ જિલ્લની ૧૦૮ના આરોગ્ય કર્મીઓએ પણ પાર્કિંગ સ્થળે યોગાભ્યાસ કરી ઉજવણી કરી હતી. જ્યારે જિલ્લાની વિવિધ આંગણવાડીની કાર્યકર બહેનોએ આંગણવાડી કેન્દ્રો ખાતે યોગા કરી માનસિક તેમજ શારીરિક તંદુરસ્તીનો સંદેશ પ્રજા સુધી પહોંચાડયો હતો.

નગરપાલિકા અને રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર

વલ્લભવિદ્યાનગર નગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ દિવસ નિમિત્તે વિદ્યાનગર ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે બાબાકાકા સહિતના અગ્રણીઓ તેમજ કાઉન્સીલરો અને પાલિકાના સહકર્મચારીઓએ ઉપસ્થિત રહી યોગાસનો કર્યા હતા.

 

 

Total
0
Shares
Leave a Reply
Previous Article

ગંગા એક્રો વૂલ તરફથી ક્રોશેટ ઈન પબ્લિક કોન્ટેસ્ટમાં કોમલ નિરંજનભાઇને ગિફ્ટ હેમ્પર આપવામા આવ્યું

Next Article

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો

Related Posts
Read More

અંબાલાલ પટેલે કરી આગાહી બંગાળમાં સર્જાઈ શકે છે ચક્રવાત મોટી હલચલને કારણે આવી શકે છે વાવાઝોડું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો…
Read More

ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ફૂટપાથ પર ચલાવાતી શાળાના બાળકોને મહંેદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ

રાજપથ માર્ગ પર આણંદની અનોખી ફૂટપાથ શાળા આણંદ શહેરમાં આવેલ રાજપથ માર્ગ ઉપર એક અનોખી ફૂટપાથ શાળા ચાલે…
Read More

સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશન આપવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા

વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં નર્સિંગના વિદ્યાર્થી બાદ ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગણી સાથે ગુરૂવારના રોજ…
Read More

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય આણંદ-ખંભાતના…
Total
0
Share