છોટાઉદેપુર: બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત, કારના ફૂરચા નીકળી ગયા

મધ્યરાત્રિએ અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. એટલે કે મૃતદેહો બહાર કાઢતા સવાર પડી ગઈ હતી.

છોટાઉદેપુર જિલ્લા (Chhota Udepur accident)માં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા છે. ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બોડેલી-વડોદરા હાઇવે (Bodeli-Vadodara highway) પર છુછપુરા પાસે થયો હતો. મળતી માહિતી પ્રમાણે એસટી બસ (ST Bus)ની ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં ફસાયેલા લોકોએ અંદર જ દમ તોડી દીધો હતો. તેમને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. અકસ્માત મોડી રાત્રે થયો હતો.

કારના ફૂરચા નીકળી ગયા: મળતી માહિતી પ્રમાણે બોડેલી-વડોદરા હાઈવે પર છુછપુરા પાસે મધ્ય રાત્રિએ એક એસટી બસ અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચા નીકળી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે એસ.ટી. બસ કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની હતી. જ્યારે ક્રેટા કાર મધ્ય પ્રદેશના પાર્સિંગની છે. બસમાં સવાર તમામ લોકોને કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી.

એવી પણ માહિતી મળી છે કે મધ્યરાત્રિએ અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢતા સવાર પડી ગઈ હતી. એટલે કે મૃતદેહો બહાર કાઢતા સવાર પડી ગઈ હતી.

ગમખ્વાર અકસ્માતનો ભોગ બનેલા લોકો એટલે કે કારમાં સવાર લોકો મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને સંખેડા સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અહીં પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે કાલાવડ-રાજકોટ-છોટાઉદેપુર રૂટની બસ કાલાવડથી છોટાઉદેપુર આવી રહી હતી. આ દરમિયાન રાત્રિના સમયે અકસ્માત થયો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું.

જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા હતા.

Total
0
Shares
Leave a Reply
Previous Article

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ - સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

Next Article

Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈની પસંદગી, BJP વિધાયક દળની બેઠકમાં નિર્ણય

Related Posts
Read More

CNGના ભાવમાં વધુ એક વખત વધારો, અઠવાડિયામાં જ 5.19 રૂપિયા વધી ગયા, રિક્ષા યૂનિયનની આંદોલનની ચીમકી

‘અમે અમારા છોકરાને દૂધની થેલી નથી પીવડાવતા અને એક કંપનીને આપી દેવા પડે છે તેવો સમય આવ્યો છે.’…
Read More

હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, મંદિર બહાર છે કિલોમીટર લાંબી લાઇનો

વડોદરાઃ સ્વામિનારાયણ મંદિર હરિધામ અને યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swami) સોમવારે રાત્રે 11 વાગ્યે 88…
Read More

ટોકિયો ઓલિમ્પિકઃ મીરાબાઈ ચાનુએ સર્જયો ઈતિહાસ, વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર

ભારતની મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. 49 કિલોની કેટેગરીમાં મીરાબાઈ…
Read More

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ દક્ષિણ…
Total
0
Share