જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોએ 5 જવાનોની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 5 આતંકી ઠાર

કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના TRFથી છે

પુંછ (Poonch) બાદ હવે શોપિયાંમાં (Shopian) ઇમામસાહબ વિસ્તારના તુલરાનમાં (Tulran) પણ એન્કાઉન્ટર (Encouter) શરૂ થઈ ગયું છે. આ વાતની જાણકારી મંગળવારે જમ્મુ-કાશ્મીર પોલીસે (J&K Police) આપી છે. શોપિયાંમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં જવાનોએ LeT (TRF)ના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. મળતી જાણકારી મુજબ, માર્યા ગયેલા આતંકવાદીઓમાં બિહારના વીરેન્દ્ર પાસવાનના હત્યારા પણ સામેલ છે. પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી કે સોમવાર સાંજે મળેલી માહિતીના આધારે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સોમવારે કહ્યું હતું કે, વિશ્વાસપાત્ર જાણકારીના આધારે શોપિયાંમાં સાંજથી બે ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. તુલરાનમાં એન્કાઉન્ટર શરૂ થઇ ગયું છે. 3-4 આતંકવાદીઓને ઘેરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે શોપિયાંના ખેરીપોરામાં બીજું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 24 કલાકની અંદર આ ત્રીજું એન્કાઉન્ટર છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહેલી આતંકી ઘટનાઓ બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી તેજ કરી દીધી છે.

શોપિયાં એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા દળોએ દારુગોળા સહિત મોટી સંખ્યામાં સામગ્રી કબજે કરી છે. કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી હતી કે માર્યા ગયેલા ત્રણ આતંકવાદી લશ્કર-એ-તૈયબાના TRFથી છે. કાશ્મીર આઇજી વિજય કુમારે જણાવ્યું કે, ઠાર મરાયેલા ત્રણેય આતંકવાદી પૈકી એકની ઓળખ ગંદરબલના મુખ્તાર શાહના રુપમાં થઈ છે. શાહે ખાવાનો સ્ટોલ લગાવનાર બિહારના વીરેન્દ્ર પાસવાનની હત્યા બાદ શોપિયાંમાં આવી ગયો હતો. પોલીસે ઘેરી લીધેલા આતંકવાદીઓને સરેન્ડર કરવાની અપીલ કરી હતી. લાઉડસ્પીકરના માધ્યમથી આતંકવાદીઓને સમજાવવાનો પ્રયાસ કરતા જવાનોનો વીડિયો પણ સામે આવ્યો હતો.

સોમવારે પુંછમાં પણ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું હતું. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે ઘટનામાં સામેલ આતંકવાદી ઓગસ્ટ મહિનામાં પુંછમાં ઘૂસણખોરી કરનાર સમૂહના છે. એન્કાઉન્ટમાં શહીદ થયેલા સૈનિકોની ઓળખ નાયબ સૂબેદાર જસવિંદર સિંહ માના, નાયક મનદીપ સિંહ, સિપાહી ગજ્જન સિંહ, સરાજ સિંહ, વૈશાખ એચ.ના રૂપમાં થઈ છે.
Total
0
Shares
Previous Article

Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી, જુઓ તેમનું કાર કલેક્શન

Next Article

RCB vs KKR, Eliminator : વિરાટનું IPL જીતવાનું સપનું રોળાયું, કોલકાતાનો રસાકસી બાદ વિજય

Related Posts
Read More

ઇતિહાસમાં પહેલીવાર 12 કોમર્સનું 100% પરિણામ જાહેર, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંથી 4 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં…
Read More

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની…
Read More

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા…
Total
0
Share