રાજપથ માર્ગ પર આણંદની અનોખી ફૂટપાથ શાળા
આણંદ શહેરમાં આવેલ રાજપથ માર્ગ ઉપર એક અનોખી ફૂટપાથ શાળા ચાલે છે. જેમાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.
આ શાળામાં શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે આ જે દ્રશ્યો લોકોમાં એક સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ શાળા ચારુતર વિદ્યામંડળના પ્રો. ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળામાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ડૉ. ઉમાબેન દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે તે બાળકોને પણ ગૌરીવ્રત નિમિત્તે તેમનો હરખશોખ પૂર્ણ કરવાના હેતુસર તેમના દ્વારા ગત રોજ ફૂટપાથ શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને હાથમાં મહેંદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે તેમના દ્વારા વાર તહેવાર પ્રસંગે બાળકોને દરેક ખુશીઓ વહેંચવામાં આવે છે. ઉપરાંત આ શાળામાં સેવાભાવીઓ દ્વારા પણ જન્મતિથિ, પુણ્યતિથિ નિમિત્તે અનેક અવી સેવાઓ કરવામાં આવે છે. આ બાબતે ઉમાબેન શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, હું પણ આ જ પરિસ્થિતિમાંથી બહાર આવી છું જેથી મને આ પરિસ્થિતિનો અનુભવ છે. એટલેજ હું આ બાળકોને ફુલ નહી તો ફૂલની પાંખડી વહેંચવા માંગુ છંંુ.