દેશમાં 24 કલાકમાં કોરોના ના 41649 કેસ નોંધાયા, 4 લાખથી વધુ એક્ટીવ કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 41 હજાર 649 નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 હજાર 291 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે અને 593 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ ડેટા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના કુલ 3 કરોડ 16 લાખ 13 હજાર 993 કેસ નોંધાયા છે, જેમાંથી 3 કરોડ 7 લાખ 81 હજાર 263 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે કુલ 423810 લોકોના મોત થયા છે.

હાલમાં દેશમાં કોરોનાના 4 લાખ 8 હજાર 920 એક્ટીવ કેસ છે, જે ચેપના કુલ કેસોના 1.29 ટકા છે.રીકવરી દર 97.37 ટકા છે. ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓમાં 3,765 નો વધારો થયો છે. દૈનિક ચેપ દર 2.34 ટકા નોંધાયો હતો.

દેશમાં અત્યાર સુધીમાં એન્ટિ-કોવિડ- રસીના 46.15 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ રોગચાળાને કારણે વધુ 593 લોકોના જીવ ગયા છે, મહારાષ્ટ્રમાં 231 અને કેરળમાં 116 લોકોના મોત થયા છે. કોવિડ -19 ને કારણે દેશમાં અત્યાર સુધીમાં 4,23,810 લોકોના મોત થયા છે, જેમાંથી 1,32,566 મહારાષ્ટ્ર, 36,525 કર્ણાટક, 34,050 તમિલનાડુ, 25,052 દિલ્હી, 22,756 ઉત્તર પ્રદેશ, 18,128 પશ્ચિમ બંગાળ અને 16,292 લોકોના મોત થયા છે.

Total
0
Shares
Leave a Reply
Previous Article

જે ટાટા કારની ખૂબ આતુરતાથી જોવાતી હતી રાહ આખરે તે , 4 ઓગસ્ટે થઈ રહી છે લોન્ચ…

Next Article

ગુજરાતમા આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Related Posts
Read More

ISRO લોન્ચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામીથી મિશન આંશિક રીતે નિષ્ફળ

ISRO GSLV EOS-03 Satellite Launch: ઈસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું…
Read More

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ દક્ષિણ…
Read More

ચીનમાં પૂરથી વિનાશ : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ…
Total
0
Share