ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat 10th repeater student online result) જાહેર થઇ ગયુ છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ (Gujarat board website) પર સવારે 8 વાગે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જઇને તપાસી શકે છે. આ વખતે ધોરણ 10નાં રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ 10.4% આવ્યું છે.
સમગ્ર રાજ્યનું પરિણા 10.4%
ગુજરાતમાં ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. 2 લાખ 98 હજાર 817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે આખા રાજ્યનું માત્ર 10.4% પરિણામ આવ્યું છે. 20% પાર્સિંગ ધોરણનો લાભ મેળવી 191 પરીક્ષાર્થી પાસ થયા છે. પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ રહી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 15 જુલાથી 28 જુલાઈ દરમિયાન લેવાયેલી ધો.10-12ની રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં 12 સાયન્સ અને 12 સા.પ્ર.ના પરિણામ બાદ હવે આજે 25મીએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર થવાનું છે. કોરોનાને કારણે આ વર્ષે ધો.10માં અત્યાર સુધીના હાઈએસ્ટ રીપિટર-ખાનગી વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા હતા.
ખાનગી રીપિટર તરીકે 15090 વિદ્યાર્થીઓ છે, આઈસોલેટેડ કેટેગરીમાં 52090 અને બાકીના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ રીપિટર છે.કુલ 3,78,431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા.આ પરીક્ષાનું પરિણામ ખૂબ જ મહત્વનું છે કારણ કે, ધો.10 પછીના ડિપ્લોમા,આઈટીઆઈ અને ધો.11માં આ પરિણામ બાદ પ્રવેશમાં વધારો થશે.
આ રીતે પરિણામ તપાસો
વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો સિટ નંબર(બેઠક ક્રમાંક) ભરીને જોઇ શકાશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/એસઆર શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગથી કરવામાં આવશે.