ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32% વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

GSEB 12th science repeaters student online result: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા (Gujarat Education board) ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર (12th science repeaters student online result) વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે 16મી ઓગસ્ટનાં રોજ 8 વાગ્યાથી રીપીટર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે. નોંધનીય છે કે, 30,343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4649 વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થયા છે.

પરિણામ આ રીતે કરો ચેક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર થશે, જ્યારે શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર નાંખવો પડશે. જે બાદ જ તેઓ પોતાનું પરિણામ જોઈ શકશે.

નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળની ભલામણો

રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે. હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ 12માં એલસી આપવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત ધોરણ-10 અને 12ની પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે. વર્તમાન પ્રથામાં ધોરણ-9, 10 માધ્યમિક અને ધોરણ-11, 12ને ઉચ્ચતર માધ્યમિકના વર્ગો તરીકે ચાલે છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ-9થી 12ને એક જ નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરવામાં આવી છે. અને ભાર વગરના ભણતરને ધ્યાને રાખીને ધોરણ-9થી 12માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનું સૂચન કર્યું છે. આમ થવાથી ધોરણ-9થી 12ના 4 વર્ષના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીને કુલ 8 પરીક્ષામાંથી ઉત્તિર્ણ થવાનું રહે અને તેને નીચેના વર્ગની એટીકેટીનો પણ લાભ મળે.

Total
0
Shares
Previous Article

India coronavirus cases today: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા, એક્ટિવ કેસ ચાર લાખની નીચે

Next Article

OLA e-scooter Launch: કંપનીએ બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યું પહેલું ઇ સ્કૂટર, જાણો તેની કિંમત

Related Posts
Read More

ISRO લોન્ચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામીથી મિશન આંશિક રીતે નિષ્ફળ

ISRO GSLV EOS-03 Satellite Launch: ઈસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું…
Read More

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક…
Read More

ચીનમાં પૂરથી વિનાશ : 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ…
Read More

આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

આંધ્ર પ્રદેશના હૈદરાબાદના દક્ષિણમાં આજે સવારે આશરે 5 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સ્મીમોલોજી અનુસાર રિક્ટર…
Total
0
Share