પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ

દક્ષિણ પાકિસ્તાનના (Pakistan) હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો (Earthquake) જોરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 માપવામાં આવી. ભૂકંપનમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થવાના પણ અહેવાલ છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ, ભૂકંપના આંચકા આજે સવારે 3:30 વાગ્યે અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર લગભગ 20 કિલીમીટર (12 માઇલ) જમીનની નીચે હતું. હરનઈ (Harnai) પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં (Balochistan) આવેલું છે. ભૂકંપના તાજા આંચકાઓથી અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની તીવ્રતા ઘણી તેજ હતી અને આસપાસના અનેક જિલ્લાઓમાં નુકસાનની વાત સામે આવી રહી છે.

પ્રાંતીય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીએ જણાવ્યું કે, છત અને દીવાલો પડવાથી અનેક લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં એક મહિલા અને 6 બાળકો પણ સામેલ છે. લોકોની મદદ અને બચાવ કાર્ય માટે ક્વેટાથી ભારે મશીનરી રવાના કરી દેવામાં આવી છે. હાલ ઘાયલ લોકોને હરનઈની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયાથી આવી રહેલા Visuals મુજબ, હરનઈની (Harnai) હોસ્પિટલોમાં વીજળી નથી. ત્યાં ઘાયલ લોકોના પરિજનો મોબાઇલ ટોર્ચના પ્રકાશથી સારવાર કરાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપની અસર અનેક જિલ્લાઓમાં છે, એવામાં ઘાયલોનો ચોક્કસ સંખ્યા જણાવવી શક્ય નથી.

ભૂકંપ બાદ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો સામે આવી છે. લોકો ભૂકંપના આંચકા બાદ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા બાદ રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
Total
0
Shares
Previous Article

Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14મા વર્ષે સૌથી અમીર ભારતીય

Next Article

Google Pixel 6 અને 6 proના લૉંચની તારીખ જાહેર, કેમેરા પર રહેશે ફોકસ

Related Posts
Read More

ખેડૂતો માટે રાહતનાં સમાચાર: રાજ્યમાં આગામી ચાર દિવસ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જન્માષ્ટમીના (Rainfall on Janmashtami) દિવસે રાજ્યનાં (Gujarat) અનેક વિસ્તારોમાં મેઘરાજાની (Monsoon) મહેર પડતા જગતના તાત સાથે સામાન્ય જનતાને…
Read More

ગુજરાતમા આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ઝોન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 38.77 ટકા, સૌરાષ્ટ્રમાં 33.41 ટકા, કચ્છમાં 31.61 ટકા, મધ્ય ગુજરાતમાં 33.62 ટકા…
Read More

ધો.12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83% વિદ્યાર્થીઓ પાસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું…
Read More

PM Modi Birthday: PM મોદીનો આજે 71મો જન્મદિવસ- જાણો તેમના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની તસવીર

PM Narendra Modi ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના આદર્શ સૂત્ર ભાર પર મૂકી દેશના વિકાસના કાર્યો હાથ…
Total
0
Share