ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

Fau-G ગેમને અક્ષય કુમાર પ્રમોટ કરી રહ્યો છે, લદાખમાં ચીની ઘૂસણખોરીની સામે લડાઈ લડી શકશો

FAU-G ગેમ અંતે ભારતમાં લૉન્ચ (Fau-G Launch in India) થઈ ગઈ છે. આતુરતાથી જેની રાહ જોવાઈ રહેલી આ ગેમને nCORE ગેમિંગ નામની ભારતીય કંપનીએ બનાવી છે, જેને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)થી ડાઉનલોડ કરી શકાય છે. આ એક દેશી એક્શન ગેમ છે, જે સિંગલ પ્લેયર મોડની સાથે આવે છે. હાલ આ ગેમને માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ (Android Users) માટે રજૂ કરવામાં આવી છે, જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધી તેને iOS વર્ઝનમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ ગેમને બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) પ્રમોટ કરી રહ્યો છે. એક્ટરે આ ગેમની ડાઉનલોડ લિંક પણ શૅર કરી છે.

આ ગેમની સાઇઝ 460MBની છે. ભારતમાં FAU-Gને ભારતમાં ત્રણ ભાષાઓમાં લૉન્ચ કરવામાં આવી છે. આ ગેમ હાલ અંગ્રેજીની સાથે હિન્દી અને તમિલ ભાષામાં પણ રજૂ કરવામાં આવી છે. ડેવલપર્સનું કહેવું છે કે આ ગેમ ટૂંક સમયમાં બીજી ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

FAU-G ગેમમાં હાલ ત્રણ મોડ Campaign, Team Deathmatch અને Free for All આપવામાં આવ્યા છે. જોકે હજુ nCore Games ગેમર્સને માત્ર કેમ્પેન મોડ ઓફર કરી રહી છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે, જેના માટે આપને FAU-G ટાઇપ કરવાનું રહેશે. જો આપે પહેલાથી જ પ્રી-રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો પ્ચણ આપને આ પ્રકારથી ડાઉનલોડ કરવું પડશે.

 

Total
0
Shares
Leave a Reply
Previous Article

ગુજરાતીઓ ચેતી જજો, શિમલા-મનાલી જઈને હવે આ ભૂલ ન કરતા નહીંતર જેલની હવા ખાવી પડશે

Next Article

Alert! પ્લે સ્ટોર પર આ 21 ગેમિંગ Appsને લઈ ચેતવણી જાહેર, તાત્કાલિક કરો ડિલીટ

Related Posts
Read More

Battlegrounds Mobile India: PUBGના ઇન્ડિયન વર્ઝને મચાવી ધૂમ, એક કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

પબજી મોબાઈલ ઇન્ડિયાના (PUBG Mobile India) ઇન્ડિયન વર્ઝન બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા (Battlegrounds Mobile India) ગેમને ભારતમાં જુલાઈમાં ઓફિશિયલી…
Total
0
Share