મુકેશ અંબાણી ને આજે સૌ કોઈ લોકો ઓળખી રહ્યા છે. તેઓ રિલાયન્સના ફાઉન્ડર અને ચેરમેન છે. ગઈકાલે મુકેશ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં થોડા અંતરમાં આઠ જેટલા ધમકી પડ્યા કોલ આવ્યા હતા. ત્યાર પછી તાત્કાલિક ધોરણે મુંબઈ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મુકેશ અંબાણીને ધમકી આપવાના કેસની અંદર અત્યારે ખૂબ મોટો ખુલાસો થયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે
મુકેશ અંબાણી ને ધમકી આપનાર વ્યક્તિ વિષ્ણુ વિનું ભૌમિક ની પોલીસ દ્વારા બોરીવલી વેસ્ટ માંથી અટકાયત કરી લીધી છે. એશિયાના બીજા નંબરના ઉદ્યોગપતિના ધમકી મળતાની સાથે જ કેન્દ્ર એજન્સીઓ પણ તપાસમાં લાગી હતી. તમને જણાવી દઈએ કે, ડીસીપી નીલોતપ્લ ના જણાવ્યા પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે પોલીસ કસ્ટડીની અંદર રહેલો આ વ્યક્તિ જ્વેલર્સ છે.
તેમની દક્ષિણ મુંબઈની અંદર દુકાન છે અને રિપોર્ટ પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ની અંદર ફોન કરવા દરમિયાન પોતાનું નામ અફઝલ બતાવવામાં આવ્યું હતું. આ ઘટના વિશે વિગતવાર માહિતી મળી રહી છે કે, મુકેશ અંબાણીના ધમકી આપનાર વ્યક્તિ દહીસારનો રહેવાસી છે. અને તેમણે સોમવારના સમયે સવારના 10 39 થી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં એક બે નહીં પરંતુ નવ વખત ફોન કરીને
એશિયાના સૌથી વધારે મોટા ધનની વ્યક્તિ અને રિલાયન્સના ચેરમેન એવા મુકેશભાઈ અંબાણીને ગાડી આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વ્યક્તિએ મુંબઈની અંદર ગીરગાંવ વિસ્તારની અંદર આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ની અંદર સવારે અંદાજિત 10:39 વાગ્યાની આસપાસ પહેલો ફોન કરીને માત્ર મુંબઈ જ નહીં પરંતુ,
ના આખા પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ ઘટના અંગે સૂચના મળતાની સાથે સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી અને કલમ 506 (૨) અનુસાર ગુના ધમકી હેઠળ કેશ દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી તેમજ આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને કેટલીક કેન્દ્રીય એજન્સીઓને પણ આ ઘટનાની માહિતી માટે તપાસમાં લાગી હતી