મોંઘી દવાઓની જગ્યાએ એકવાર અજમાવો આ દેસી ઉપચાર, ગંભીરમાં ગંભીર ગેસ અને એસીડીટીની સમસ્યાથી અપાવશે કાયમ માટે મુક્તિ…

આજકાલના સમયમા એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા મોટા ભાગના લોકોને થાય છે. ખોરાક પચવા માટે હોજરીમાં એસિડ નો સ્ત્રાવ થાય છે, આ સ્ત્રાવ વધારે હોવાથી હોજરીમાં એસિડનું પ્રમાણ વધે છે અને તેને લીધે પેટમાં એસિડિટી થાય છે. આજે આપણે એસિડિટી થવાના લક્ષણો જાણીશું.

એસિડિટી થવાનું મુખ્ય લક્ષણ છે પેટમાં બળતરા થવી. ભોજન કર્યા પછી અથવા પહેલા પેટમાં બળતરા થાય અને ખાટા ઓડકાર આવે ગળામાં પણ બળતરા થાય છે તો તે એસિડિટી ના લક્ષણો છે. તેને લીધે પેટમાં અપચો થાય છે અને ગભરાહટ પણ થઈ શકે છે. તો ચાલો એસિડિટી દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપચાર જોઈએ.

સૂકી દ્રાક્ષ, હરડે અને ખડી સાકર સરખે ભાગે મિક્સ કરી તેને વાટી નાની ગોળીઓ બનાવી લો. આ ગોળી સવારે અને સાંજે ઠંડા પાણી સાથે ખાવાથી એસિડિટી ક્યારેય નહીં થાય અને ગળામાં બળતરા પણ દૂર થશે. ૧૦ ગ્રામ દ્રાક્ષ અને ૫ ગ્રામ વરિયાળી રાત્રે ૧૦૦ મિલી પાણીમાં પલાળી દો. સવારે તેને તે જ પાણીમાં મસળી નાખો અને તેનું સેવન કરો. તે એસિડિટીને દૂર કરશે.

ત્રિફળા થોડા પાણીમાં સારી રીતે વાટી તેને લોખંડ ના વાસણ માં ગરમ કરી લેપ બનાવી આખી રાત રહેવા દો. સવારે તે લેપમા મધ અને ખાંડ મિક્સ કરી તેનુ સેવન કરવાથી એસિડિટીની સમસ્યાથી પણ રાહત મળશે. બાળકો ને એસિડિટી થતી હોય તો ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી રાહત મળશે. જમ્યા પછી રોજ થોડો ગોળ ખાવો જોઈએ તેમાં મેગ્નેશિયમ હોય છે જે પાચનશક્તિને મજબૂત કરે છે અને એસિડિટી થવા દેવું નથી.

એસિડિટીમા તુરંત રાહત મેળવવા માટે એક વાસણમા પાણી લઈ તેમા ૪-૫ તુલસીના પાન નાખી ઉકાળી લો. તેનું સેવન કરવાથી એસિડિટી તરત જ શાંત થઈ જશે. કાચા દૂધમાં બરાબર માત્રામાં પાણી ઉમેરી તેમા વાટેલી એલચીનું ચૂર્ણ નાખી સવારે પીવાથી એસિડિટી માં રાહત મળશે. ઠંડુ દૂધ દિવસ દરમ્યાન થોડી થોડી વારે ૨-૨ ઘુટડા પીવાથી ખાટા ઓડકાર અને મોઢામાં કડવું પાણી આવવાનું બંધ થઈ જશે.

કાળું જીરું ૪૦ ગ્રામ, ધાણા ૪૦ ગ્રામ લઈ તેને મિક્સ કરીને વાટી લો. ત્યારબાદ તેને ૩૨૦ ગ્રામ ઘીમાં મિક્સ કરી ગેસ પર પકાવી લો. તેનું દરરોજ ૭-૮ ગ્રામ સેવન કરવાથી એસિડિટીની સમસ્યા દૂર થઈ જશે. સફેદ જીરું, કાળું જીરું, વચ, શેકેલી હિંગ અને કાળા મરી બરાબર માત્રામાં વાટી ને ચૂર્ણ બનાવી લો. તેનું દરરોજ અડધી ચમચી સેવન કરવાથી એસિડિટી નહીં થાય.

Total
0
Shares
Leave a Reply
Previous Article

મુકેશ અંબાણીનાં ઘરમાં છે એક ખાસ રૂમ, જે યુરોપનાં બર્ફીલા પર્વતીય ક્ષેત્રોનો અહેસાસ કરાવે છે, જુઓ ફોટોઝ

Next Article

શું તમને ખ્યાલ છે સિતાફળના બીજ થી મોટા મોટા રોગોમા મળે છે રાહત, જાણો તમારા શરીર માટે છે કેટલું ફાયદાકારક…

Related Posts
Read More

માત્ર એક મિનિટ સુધી આ આંગળીને દબાવવાથી, શરીરના મોટા મોટા 50 થી પણ વધારે રોગો થઈ જાય છે દૂર.., જલદી જાણી લો આ ઘરેલુ ઉપાય.!

તમને જણાવી દઈએ કે ઘણી વખત શરીરની અંદર થતી બીમારીઓનો ઈલાજ આપણે બહાર શોધતા હોઈએ છીએ, ઘણી વખત…
Read More

હાઈ કોલેસ્ટ્રોલ લેવલ હોય તો હાથમાં દેખાય છે આ 2 ગંભીર સંકેતો, ભૂલથી અવગણશો નહીં….

ઉચ્ચ કોલેસ્ટ્રોલ હોવાને કારણે હાર્ટ એટેક સ્ટ્રોક વગેરે થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના લક્ષણોની અવગણના ન કરવી…
Total
0
Share