જાંબુનો રસ વાળ માટે ઉત્તમ માનવામાં આવે છે અને આ રસ વાળ પર લગાવવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. જે લોકોને વાળ સમય પહેલા સફેદ થવા લાગે છે, તુટવા લાગે છે અથવા તો ખરવા લાગે છે તે લોકોએ જાંબુનો રસ વાળ પર જરૂર લગાવવો જોઈએ. વાળ પર સપ્તાહમાં ફક્ત બે વખત જાંબુનો રસ લગાવવાથી આ બધી જ પરેશાનીઓ માંથી મુક્તિ મળી જશે. તો ચાલો જાંબુના રસ સાથે જોડાયેલા લાભ વિશે જાણીએ.
ખરતા વાળ રોકે
વાળ જ્યારે કમજોર થઈ જાય છે તો ખરવા લાગે છે. વિટામિન એ અને વિટામિન સી ની કમી હોવાને કારણે વાળ ખરવા લાગે છે. જોકે ઘણી વખત લોહીની ઉણપ હોવાને કારણે પણ આ સમસ્યા ઉભી થાય છે. વાળ ખરવા પર તેનો ગ્રોથ થતો અટકી જાય છે. જાંબુના રસમાં આયરન મળી આવે છે, જે લોહીની ઊણપને પુર્ણ કરે છે. જેનાથી વાળ ખરવાના બંધ થઈ જાય છે. તે સિવાય વાળમાં જાંબુનો રસ લગાવવો પણ ગુણકારી સાબિત થાય છે. આ રસ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે.
ખોડો દુર કરે
ડેન્ડ્રફની સમસ્યા લગભગ દરેક લોકોને પરેશાન કરતી હોય છે. વાળ મોઇશ્ચરાઇઝ ન હોવા પર ડેન્ડ્રફની સમસ્યા ઊભી થાય છે. ડેવલપ થવા પર તમારે વાળમાં જાંબુનો રસ લગાવવો જોઈએ. તેને લગાવવાથી તુરંત આરામ મળશે અને ડેન્ડ્રફ માંથી છુટકારો મળી જશે અને એન્ટી વાયરલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે, જે સ્કેલ્પ માંથી ડેન્ડ્રફ હટાવવામાં મદદગાર સાબિત થાય છે.
ઈન્ફેક્શનથી બચાવે
ઘણી વખત સ્કેલ્પ પર ઈન્ફેક્શન ની પરેશાની પણ ઘણા લોકોને થતી હોય છે. સ્કેલ્પ પર ઇન્ફેક્શન થવા પર તમારે જાંબુના રસનો પ્રયોગ કરવો જોઇએ. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટી મળી આવે છે, જે સંક્રમણને દુર કરે છે. તે સિવાય જાંબુનો રસ લગાવવાથી વાળ ડિટોક્સ પણ થાય છે. જો તમે દરરોજ વાળ પર તેને લગાવો છો તો એક સપ્તાહની અંદર આરામ પહોંચી જશે.
ઓઈલી સ્કેલ્પ માંથી મળે રાહત
ઘણાં લોકોની સ્કિન ઓઈલી હોય છે. ઓઈલી સ્કેલ્પ થવા પર જાંબુનો રસ લગાવવો જોઈએ. આ રસ લગાવવાથી વાળમાં નેચરલ ઓઇલ વધારે જામતું નથી. તેની સાથે જ સ્કેલ્પમાં જમા થયેલ એક્સ્ટ્રા ઓઇલ ઓછું થવા લાગે છે. તે સિવાય આ રસ સ્કેલ્પ પર લગાવવાથી સ્કેલ્પની યોગ્ય રીતે સફાઈ પણ થઈ જાય છે.
વાળ બને કાળા
જે લોકોના વાળ સફેદ છે, તેમણે આ રસ વાળ પર જરૂરથી લગાવવો જોઈએ. આ રસ વાળમાં લગાવવાથી વાળમાં ચમક આવી જાય છે અને વાળ લાંબા સમય સુધી કાળા પણ રહે છે.
આ રીતે તૈયાર કરો જાંબુનો રસ
તમારે જાંબુ લઈને તેના ઠળિયા કાઢી લેવાના છે. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો. મિક્સરમાં પીસી લીધા બાદ તેને ગાળી લો અને જે રસ પ્રાપ્ત થાય તેને વાળ પર લગાવો. તમે ઇચ્છો તો આ રસની અંદર લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ રસને રૂ ની મદદથી યોગ્ય રીતે વાળ પર લગાવો અને જ્યારે સુકાઈ જાય તો તેને પાણીની મદદથી સાફ કરી લો.