વોશિંગટનમાં ગૂંજ્યા મોદી-મોદીના નારા! જોરદાર સ્વાગત પર PMએ કહ્યુ- પ્રવાસી ભારતીય આપણી તાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગટન ડીસીમાં એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું, જુઓ PHOTOS

ત્રણ દિવસીય યાત્રા માટે અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Narendra Modi In America) બુધવારે વોશિંગટન ડીસીમાં (Washington DC) એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના (Indian Community) લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ભારતીય સમુદાયના 100થી વધુ સભ્ય જોઇન્ટ બેઝ એન્રૂાયઝ પર એકત્ર થયા હતા. પીએમ મોદીનું સ્વાગત કરી રહેલા ભારતીય અમેરિકનોએ આ દરમિયાન મોદી-મોદીના નારા પણ લગાવ્યા. COVID-19 બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી વિદેશ યાત્રા છે. તેમના વોશિંગટન પહોંચવા પર અમેરિકન પ્રશાસનમાં ડેપ્યુટી સેક્રેટરી ટી. એચ. બ્રાયન મૈકકેન સહિત અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

બ્રિગેડિયર અનૂપ સિંઘલ, વાયુસેના અધિકારી અંજન ભદ્રા અને નૌસેના અધિકારી નિર્ભયા બાપનાની સાથે અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ પણ તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ એરપોર્ટની બહાર તેમની રાહ જોઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી. પીઅમે ભારતીય સમુદાયને મળીને હાથ મિલાવ્યા.

સમાચાર એજન્સી ANI મુજબ, એક ભારતીય અમેરિકને કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ખૂબ ઉત્સાહિત છીએ. અમને વરસાદમાં ઊભા રહેવામાં કોઈ વાંધો નથી. અમે વડાપ્રધાન મોદીને મળવા માટે ઉત્સાહિત છીએ.

અફઘાન અને કોવિડ સંકટને ધ્યાને લઈ પીએમ મોદીની યાત્રા અગત્યની- ભારતીય અમેરિકન

ભારતીય સમુદાયના એક અન્ય સભ્યએ જણાવ્યું કે, પીએમ મોદીની યાત્રા ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું કે, COVID-19 અને અફઘાન સંકટને જોતાં, ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવામાં આ યાત્રા અગત્યની છે. અમને ગર્વ છે કે અમે ભારતીય છીએ અને લાખો ભારતીયોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ.

Total
0
Shares
Previous Article

નેપાળમાં યોજાયેલી સ્પર્ધામાં દ્વારકાની કૃપાએ જીત્યો ગોલ્ડ મેડલ, 1500 મીટરની દોડ 5.13 મિનિટમાં પૂરી કરી

Next Article

ટાટા મોટર્સે માઈક્રો SUV TATA Punchની લોન્ચિંગ તારીખ કરી જાહેર, જાણો તમામ વિગત

Related Posts
India_Pakistan_aapnucharotar
Read More

ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું; મેન ઓફ ધ મેચ હાર્દિક

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 5 વિકેટે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. ભારતે 148 રનનો ટાર્ગેટ…
Read More

ગુજરાત માટે આગામી 48 કલાક ભારે! જાણો કયા જિલ્લાઓમાં થશે અતિભારે વરસાદ

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં (Gujarat) વરસાદી માહોલ (rain in Gujarat) જામ્યો છે. દક્ષિણ ગુજરાત…
Read More

મહારાષ્ટ્રમાં જળ પ્રલય, ભારે વરસાદના કારણે છેલ્લા 48 કલાકમાં 129ના મોત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદનો હાહાકર શરું થઈ ગયો છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ…
Total
0
Share