સીતાફળ બધાને ખૂબ પસંદ હોય છે. તે સ્વાદે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેથી તે નાના થી લઈને મોટા બધાને ખૂબ પ્રિય હોય છે. ઘણા લોકો તેનાથી થતાં ફાયદા વિશે પણ જાણતા હોય છે.
આનુ સેવન કર્યાના થોડી મિનિટ પછી તમને થાક ઉતરી જાય છે. તેમાં બે પ્રકારના વિટામિન રહેલા હોય છે. તે આપણી આંખ માટે ખૂબ લાભદાયી છે. તેમાં વિટામીન-એ અને વિટામિન-સી હોય છે. આ સિવાય પણ ઘણા ફાયદાઓ આમાથી મળે છે પરંતુ, આજે આપણે સીતાફળ અને તેના બીજ વિશે વાત કરીએ.
આના બી પણ તેની જેમ ખૂબ લાભદાયી છે. બધા સીતાફળને ખાઈને તેના બી ફેંકી દેતા હોય છે પરંતુ, આજે આપણે જાણીએ કે તેના બી થી કેટલો ફાયદો થાય છે. તેના ફાયદા જાણીને તમે ક્યારેય પણ તેના બીને ફેંકશો નહીં. આજે આપણે જાણીએ કે તેના બી નો કેવી રીતે ઉપયોગ કરવો અને તેનાથી કેવા ફાયદા થાય છે. તે અનેક બીમારીથી બચાવે છે.
આના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. તેના બીમાં એન્ટી ઓક્સિડંટ અને વિટામિન-સી ભરપૂર માત્રામાં રહેલા હોય છે. તેનાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આના બી ને તડકે સૂકવી તેને પીસી ચૂર્ણ બનાવી લેવું આનું ચૂર્ણનું સેવન દરરોજ સવારે એક ચમચી લેવુ. આના બીનું સેવનથી શરીરમાં વધારે માત્રામાં રહેલી સુગર નિયંત્રિત રાખી શકાય છે. તેની સાથે બ્લડપ્રેશર જેવી તકલીફ પણ દૂર કરી શકાય છે.
તે વધારે રક્ત ભ્રમણ નિયંત્રિત રાખે છે. તે ડાયાબિટીસને દૂર રાખે છે. આનુ ચૂર્ણ રોજ સવારે એક ચમચી લેવું. તે શરીરમાં થતી રક્તની ઉણપ એટલેકે એનીમિયા જેવી બીમારીથી પણ બચાવે છે. તેના બીમાં રહેલ વિટામિન બી લોહીમાં થતી ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા મેગ્નેશિયમ શરીરમાં વધારે અને ઓછું થતું પાણીનું સ્તર નિયંત્રણમાં રાખે છે. વાળને લગતી બીમારીમાં પણ આના બી ખૂબ ઉપયોગી છે.
આના બીજ લઈ તેને સુકવી તેને બકરીના દૂધની અંદર ઘસીને તેને માથા પર લગાવવું આ કરવાથી વાળ ધીમે ધીમે કાળા થવા લાગે છે. આ ઉપાય નિયમિત કરવાથી વાળ કાળા અને મજબૂત થવા લાગે છે. તેની સાથે વાળનો જથ્થો પણ વધે છે. એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે આના બીમાં અનેક ગંભીર બીમારી સામે લડવાની શક્તિ પણ રહેલી છે. અત્યારે ઘણા સંશોધકો આના બીની મદદથી ઘણી દવાઑ ઉપર શોધ કરી રહ્યા છે. તેની દવા વહેલી તકે બજારમાં આવી જશે.
આના બી ની મદદથી કેન્સર જેવા જીવલેણ રોગની દવા પણ શોધાઈ રહી છે. આવતા સમયમાં તે શક્ય થશે અને તેના બીથી સીતાફળના બીથી કેન્સર હમેશા માટે નાબૂત થઈ જશે. અત્યારે તેની દવા પૂરી રીતે તૈયાર નથી તેના ઘણા પ્રયોગો ચાલે છે.
જ્યારે તમે પણ આનું સેવન કરો ત્યારે આના બીને ફેંકવાને બદલે તમારે તેના ઘણા લાભ મેળવી શકાય છે. આના ઉપયોગનું વધારે સારું પરિણામ જોઈતું હોય ત્યારે તમારે કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.