સોમનાથ થકી સરદાર પટેલના સપનાઓને નવી ઊંચાઈ આપી રહ્યા છે વડાપ્રધાન મોદી

દેશની મોદી સરકાર (Modi Government) સરદાર પટેલે (sardar patel) સાત દશક પહેલા જોયેલું સપનું સાકાર કરવા જઈ રહી છે. દેશમાં વિકાસની સાથે ભારતીય અસ્મિતાના (Indian identity) ઓળખસમા પ્રાચીન ધરોહરના (Ancient heritage) પ્રતિકોને ગૌરવ અપાવવા પ્રયત્નશીલ છે.

સોમનાથ (somnath) જેવા ભારતીય અસ્મિતાના (Indian identity) મોટા પ્રતિકોને તેમનું જૂનું ગૌરવ અપાવવા માટે ભારત સરકાર (Government of India) કામ કરી રહી છે. જેનું સપનું સાત દશક પહેલા સરદાર પટેલે (sardar patel dreams) જોયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) માટે સોમનાથ અથવા અયોધ્યામાં મંદિર નિર્માણ સાથે જોડાયેલી સંકુચિત હિન્દુત્વનો સંકેત નથી. જેવો એક સમયે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ (country’s first Prime Minister Jawaharlal Nehru) માનતા હતા. આ જ કારણ છે કે મોદી સરકાર ભારતીય ઇતિહાસમાં (Indian History) મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા મંદિરો અને નગરોના વિકાસ માટે પુરી લગનથી જોડાયેલી છે. આ જ વિચાર અંતર્ગત પ્રસાદ જેવી સરકારી યોજનાઓને (Government schemes) ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે. જેથી કરીને પ્રાચીન નગરોમાં પર્યટકોનો મેળો ફરીથી લાગી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અગિયાર વાગ્યે સોમનાથ સાથે જોડાયેલી ત્રણ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ પાર્વતી માતા મંદિર માટે શિલાન્યાસ પણ કરશે. કોરોનાના સમયમાં આ બધું જ ઓનલાઈન થશે. વર્ચ્યુઅલ સ્વરૂપમાં થશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાશે. જોકે, મોદી અને શાહ આ દરમિયાન બેવડી ભૂમિકામાં હશે. મોદી દેશના વડાપ્રધાનની સાથે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષની ભૂમિકામાં, તો અમિત શાહ ગૃહમંત્રીની સાથે સોમનાથ ટ્રસ્ટના સભ્ય તરીકે હશે.

સોમનાથ મંદિર

મોદી કરશે સમુદ્ર દર્શન પથનું લોકાર્પણ
પીએમ મોદી જે ત્રણ પરિયોજનાઓનું લોકાર્પણ કરવાના છે. એમાં સૌથી ખાસ પ્રોમનેડ છે જેને સમુદ્ર દર્શન પથ નામ આપવામાં આવ્યું છે. આશરે 47 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોમનેડનું નિર્ણાણ કરવામાં આવ્યું છે. જેના માટે ધન કેન્દ્રીય પર્યટન મંત્રાલયના તીર્થ યાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વિરાસત અભિયાન, જે ‘પ્રસાદ’ યોજના તરીકે પ્રખ્યાત છે એમાંથી આપવામાં આવ્યું છે. આશરે દોઢ કિલોમીટર લાંબો અને સત્તર ફૂટ પહોળા આ સમુદ્ર દર્શન પથની સાથે જે દીવાલ ઉભી કરવામાં કરવામાં આવી છે તેમાં ભગવાન શિવના જીવન સાથે જોડાયેલા આકર્ષક ચિત્ર બનાવવામાં આવ્યા છે. જે શિવપુરાણ ઉપર આધારિત છે. આ પથ ઉપર લટાર મારતા સમયે તમે સાગરની લહેરો નિહારવાની સાથે સાથે સોમનાથ મંદિરની ભવ્યતાનો અહેસાસ પણ કરી શકો છો. આ સમુદ્ર દર્શન પથ ઉપર બાળકો સાઈકલ પણ ચલાવી શકશે અથવા ગેમ રમી શકે છે. જેને આ પથમાં જ તૈયાર કરવામાં આવ્યું છે.

સોમનાથ મંદિર

સોમનાથમાં બન્યું છે ભવ્ય પ્રદર્શન ખંડ
પ્રોમનેડ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદર્શન ખંડનું પણ લોકાર્પણ કરશે જેમાં એ મૂર્તિઓ અને સમાગ્રીઓને રાખવામાં આવી છે જે સોમનાથ મંદિરના નિર્માણ વખતે ખોદકામમાંથી નીકળી હતી. ભૂમિની અંદરથી એક પછી એક જૂના મંદિરોના અવશેષો પ્રાપ્ત થયા હતા. જેમાંથી મોટાભાગના સોમનાથના સરકારી સંગ્રહાલયની શોભા વધારી રહ્યા છે. પરંતુ જે સામગ્રી સોમનાથ મંદિર પ્રાંગણમાં રહી ગઈ છે. તેને આ પ્રદર્શન ખંડમાં સજાવવામાં આવશે. સોમનાથ મંદિરનો ઇતિહાસ, વાસ્તુશિલ્પ અને ધાર્મિક મહત્વ અને વિધિ-વિધાનની જાણકારી આ કક્ષમાં આપવામાં આવી છે. નાગર શૈલીના આ મંદિરની શિલ્પની ઝિણવટતા પણ બતાવવામાં આવી છે.

કેન્દ્રની પ્રસાદ યોજના અંતર્ગત થઈ રહ્યા છે સોમનાથમાં વિકાસના કાર્યો
પ્રદર્શન ખંડ, જેમાં સોમનાથ એક્ઝિહિબિશન ગેલેરીનું નામ આપવામાં આવ્યું છે. જે કેન્દ્રીય પર્યટન મંત્રાલયના પ્રસાદ ફેઝ-1 પરિયોજનાનો ભાગ છે. જે અંતર્ગત પ્રદર્શન ખંડના નિર્માણ ઉપરાંત પાર્કિંગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 35 કરોડ રૂપિયાના ખર્ચે આ પરિયોજનાને પુરી કરવામાં આવી છે. સમુદ્ર દર્શન પથની સાથે જ પ્રદર્શન ખંડનું નિર્માણ સોમનાથ આવનારા પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષકના નવા કેન્દ્ર બનનારા છે. જે દેશ વિદેશના મોટા પ્રમાણમાં વર્ષોથી સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવે છે, જેને બાર જ્યોતિર્લિંગમાં પહેલું સ્થાન પ્રાપ્ત છે.

સોમનાથ પ્રોજેક્ટ

અહિલ્યાબાઈ મંદિર પરિસરનું પણ થયું જીણોદ્ધાર
પ્રોમનેડ અને પ્રદર્શન ખંડની સાથે જ પીએમ મોદી શુક્રવારના દિવસે જ જૂના સોમનાથ મંદિરના નામથી પ્રખ્યાત એ મંદિરના પરિસરના પુનઃનિર્માણ અંતર્ગત બનાવવામાં આવેલી સંરચનાનું પણ લોકાર્પણ કરશે. જેનું નિર્માણ ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરે 1783થી 1787 વચ્ચે કર્યું હતું. સોમનાથનું અત્યારનું ભવ્ય મંદિર જે સરદાર પટેલની પ્રેરણાથી નિર્મિત થયું, આ પહેલા અહિલ્યાબાઈના બનાવેલા મંદિરમાં પણ સોમનાથની યાત્રા દરમિયાન ભક્ત ભગવાન શંકરની આરાધના કરવા જતાં હતા. અહિલ્યાબાઈ નિર્મિત આ મંદિરના પરિસરનું પુનઃનિર્માણ સોમનાથ ટ્રસ્ટે પોતાના કોષમાં સાડા ત્રણ કરોડ રૂપિયામાં કરાવ્યું હતું. આમાં કોઈ સરકારી ધનનો ખર્ચ કરવામાં આવ્યો નથી.

અહિલ્યાબાઈ નિર્મિત મંદિરમાં બની હતી સોમનાથના ભવ્ય મંદિરની યોજના
સુખદ સંયોગ છે કે જે સોમનાથ ટ્રસ્ટ આજે પોતાના ફંડથી અહિલ્યાબાઈ નિર્મિત જૂના સોમનાથ મંદિરના પરિસરને ઠીક કરાવ ચુક્યું છે, એ અહિલ્યાબાઈ મંદિરના પરિસરમાં ઊભા રહીને 13 નવેમ્બર 1947ના દિવસે સરદાર પટેલે સોમનાથ મંદિરની અસલી જગ્યા ઉપર ભવ્ય સોમનાથ મંદિરને બનાવવા માટે પોતાના સાથીઓ સાથે વિચાર વિમર્શ કર્યું હતું. પછી આ માટે સંકલ્પ કર્યો હતો. વિક્રમ સંવત 2004ના નૂતન વર્ષના પ્રથમ દિવસે સરદાર પટેલે જે સંકલ્પ લીધો હતો, સોમનાથના મંદિરને તેનું જૂનું ભવ્ય સ્વરૂપ આપવાનું સપનું જોયું હતું, એ સપનાને સ્વરૂપ આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ તરીકે કરી રહ્યા છે. એ પણ સંયોગ છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સરદાર પટેલની પ્રતિમાને રેકોર્ડ સમયમાં ગુજરાતના કેવડિયામાં તૈયાર કરવાની ક્રેડિટ પણ ખુદ મોદીને જાય છે. જે પરિયોજના આખી દુનિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરીકે પ્રસિદ્ધિઓ લઈ રહી છે.

સમુદ્ર દર્શન પથ

શિવ ભક્ત મોદીના હાથે થશે પાર્વતી મંદિરનો શિલાન્યાસ
સરદાર પટેલની પ્રેરણાથી બનેલ ભવ્ય સોમનાથ મંદિર તો અરબ સાગરના કિનારે છેલ્લા સાત દાયકાથી સનાતન ધર્મની કિર્તી પતાકા ફરકાવી રહ્યું છે. જોકે પાર્વતી મંદિરની ખોટ રહી ગઈ હતી. પીએમ મોદી હવે તેને પણ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આખરે તે પોતે ભગવાન શંકરના મોટા ભક્ત છે. પાર્વતી વગર શિવની કલ્પના કેવી રીતે કરી શકાય છે. જેથી શુક્રવારના દિવસે તે પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરવા જઈ રહ્યા છે. આ પાર્વતી મંદિરના નિર્માણ પર લગભગ ત્રીસ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ મંદિરનું નિર્માણ પ્રાઇવેટ દાનથી થવાનું છે જેથી સરકારી પૈસાનો ઉપયોગ થશે નહીં.

સોમનાથમાં પર્યટન સુવિધાઓના વિકાસ પર છે ભાર
સરકારી પૈસાનો ઉપયોગ ફક્ત અને ફક્ત સોમનાથ મંદિરની આસપાસ આધારભૂત સુવિધા વિકસિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જેનાથી ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળી શકે છે અને અહીં આવનાર પર્યટકો વધી શકે છે. સોમનાથ જેવા પ્રસિદ્ધ સ્થળો પર આવનાર પર્યટકોની સંખ્યામાં વધારો થાય, આ વિચાર અંતર્ગત પર્યટન મંત્રાલયે આઈકોનિક ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ સ્કીમ તૈયાર કરી છે. જેને જલ્દી જ મોદી કેબિનેટની મંજૂરી મળી શકે છે. જો આમ થશે તો સોમનાથમાં 111 કરોડ રૂપિયાની પરિયોજના આ સ્કીમ અંતર્ગત લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત સોમનાથના નવા માસ્ટર પ્લાનને ધ્યાનમાં રાખતા નવા સ્થાને શોપિંગ કોમ્પલેક્સનું નિર્માણ, હેરિટેજ વોકનું નિર્માણ, મ્યૂઝિયમનું નવા સ્તરેથી નિર્માણ, ગીતા મંદિર અને ત્રિવેણી સંગમ પાસે રિવરફ્રન્ટનું નિર્માણ, સ્થાનીય હસ્તશિલ્પ અને ખાન-પાનને પ્રોત્સાહિત કરવા ઇકો વિલેજ અને હાટનું નિર્માણ સામેલ છે.

સમુદ્ર દર્શન પથ

282 કરોડ રૂપિયાનો છે સોમનાથના વિકાસનો માસ્ટર પ્લાન
સોમનાથનો સંશોધિત માસ્ટર પ્લાન લગભગ 282 કરોડ રૂપિયાનો છે, જેમાં 111 કરોડ રૂપિયા તો પર્યટન મંત્રાલયના આઈકોનિક ડેસ્ટિનેશન ડેવલેપમેન્ટ સ્કીમથી મળશે. બાકી 171 કરોડ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે જ સોમનાથ ટ્રસ્ટ તરફથી ખર્ચ કરવામાં આવશે. જે અંતર્ગત કેશોદ એરપોર્ટથી હવાઇ સેવા શરૂ કરવાની સાથે સી-પ્લેન, ક્રુઝ, ફેરી અને બોટ સર્વિસની વ્યવસ્થા સામેલ છે. સાથે સોમનાથ મંદિરની ચાર દિવાર, પૂરા પરિસર અને શહેરની શાનદાર લાઇટિંગ પણ સામેલ છે.

પ્રસાદના બીજા ચરણમાં ખર્ચ થશે ચાલીસ કરોડ રૂપિયા
આટલું જ નહીં પર્યટન મંત્રાલયના પ્રસાદ ફેઝ-2 પરિયોજના અંતર્ગત ચાલીસ કરોડ રૂપિયા બીજા ખર્ચ કરવામાં આવશે. તેના દ્વારા પબ્લિક પ્લાઝાનું નિર્માણ થશે. જેમાં દર્શનાર્થીઓ માટે આરામથી દર્શન કરવા માટે લાઇન લગાવવાની સુવિધાની સાથે દિવ્યાંગો માટે પ્લાઝાની નજીક જ પાર્કિંગની વ્યવસ્થા પણ હશે. આ બધી પરિયોજના આગામી બે-ત્રણ વર્ષમાં પૂરી થવાની છે. જો સોમનાથના સંશોધિત માસ્ટર પ્લાન અંતર્ગત આ બધી યોજનાઓ લાગુ થઇ જાય તો બે-ત્રણ વર્ષો પછી કોઇપણ પર્યટક કે શ્રદ્ધાળુ હવાઇ, રેલવે કે સડક માર્ગથી ફટાફટ સોમનાથ પહોંચી શકે છે. અહીં પર ભગવાન સોમનાથના આરામથી દર્શન કરી શકે છે, રોકાઇ શકે છે, બાળકોથી લઇને વૃદ્ધા સુધી દરિયાના કિનારે આનંદ ઉઠાવી શકે છે. અરબ સાગરમાં ક્રુઝનો આનંદ પણ લઇ શકે છે. જો આમ થશે તો સોમનાથ દેશની અંદર પર્યટકોના મોટા કેન્દ્ર તરીકે ફરીથી ઉભરીને આવશે, જેમ પ્રાચીન કાળમાં હતું અને જેની ભવ્યતા અને સમૃદ્ધિની કહાની સાંભળી કબાઇલી માનસિકતા વાળા જેહાદી લુટારા અને ઇસ્લામી આક્રમણકારી અહીં પહોંચ્યા હતા. એક તરફ જ્યાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી તો બીજી તરફ અહીં રાખેલા સોના અને ઝવેરાત લૂંટીને લઇ ગયા હતા.

સમુદ્ર દર્શન પથ

રાજેન્દ્ર બાબુના હાથે થઇ હતી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા
પોતાના હજારો વર્ષ લાંબા ઇતિહાસમાં સોમનાથ મંદિર ઘણી વખત વિદેશી આક્રાંતાઓ અને કટ્ટર મુસ્લિમ-જેહાદી શાસકોના હાથે ખંડિત થયું છે. જોકે તે દરેક વખતે હિન્દુ સમાજની સામૂહિક તાકાતના બળે ઉભું છે. ગુજરાતના પ્રભાસ પાટણમાં ભગવાન શંકરનું જે ભવ્ય મંદિર સોમનાથ મંદિર તરીકે દેશ-દુનિયામાં પ્રખ્યાત છે, તેની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે 11 મે 1951માં થઇ હતી.

અડધા ડઝનથી પણ વધારે વખત આક્રમણકારીઓએ કર્યું હતું વિધ્વંસ
આ મંદિરે તે જ સ્થાને છે, જ્યાં પહેલા બનેલા મંદિરને અલગ-અલગ કાલખંડમાં મહમૂદ ગઝની, અલાઉદ્દીન ખલજી, મહમૂદ તુગલક, જફર ખાન ઉર્ફે મુજફ્ફર શાહ, મહમૂદ બેગડા અને ઔરંગઝેબે નષ્ટ કર્યું હતું અને અપવિત્ર કર્યું હતું. એક વખત સોમનાથ મંદિરને પોર્ટુગલી સેનાપતિ ડીકાસ્ટોએ પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેને પોર્ટુગલ સમ્રાટના પોપે ભારત સહિત આખા અરબ-એશિયામાં ઇસાઇ ધર્મના પ્રચાર અને લોકોને આ સંપ્રદાયની અંદર ધર્માંતરણ કરવાની જવાબદારી સોંપી હતી.

સમુદ્ર દર્શન પથની દીવાલ ઉપર ભગવાન શંકરના ચિત્રો

સરદારની પ્રેરણાથી થયું સોમનાથ મંદિરનું પુનનિર્માણ
જોકે ભારતે સ્વતંત્રતા મેળવ્યા પછી સોમનાથના જૂના ગૌરવને ફરીથી પાછા મેળવવાનું મન બનાવ્યું અને તેના માટે પ્રેરણા પુરુષ સાબિત થયા સરદાર પટેલ. 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારત સ્વતંત્ર થયું તો બ્રિટીશ સરકારે પોતાના સીધા નિયંત્રણ વાળા પ્રાંતોને ભારત અને પાકિસ્તાન વચ્ચે ધાર્મિક આધાર પર વહેંચી દીધા હતા. જોકે 562 દેશી રજવાડાને ભારત કે પાકિસ્તાનમાંથી કોઇની સાથે જોડાવવા માટે આઝાદ કરી દીધા હતા.

મુસ્લિમ નવાબે સોમનાથને પાકિસ્તાનના ખોળામાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો
આવામાં પોતાના કટ્ટર મુસ્લિમ લીગ દિવાન શાહનવાઝ ભુટ્ટોની સલાહ પર જૂનાગઢના રિયાસતના તત્કાલિન નવાબ મહાબત ખાન તૃતિયએ પોતાની રિયાસતનું વિલય ભારતના બદલે પાકિસ્તાનમાં કરવાનો નિર્ણય કર્યો હતો. તે પણ ત્યારે જ્યારે જૂનાગઢની 80 ટકા વસ્તી હિન્દુ હતી અને તે જ જૂનાગઢ રિસાયતનો ભાગ હતું પ્રભાસ પાટણ વિસ્તાર, જેમાં ભગવાન સોમનાથનું મંદિર જીર્ણ-શીર્ણ ભગ્ન હાલતમાં હતું. જૂનાગઢના નવાબના નિર્ણયથી ત્યાંની જનતાએ આંદોલન શરૂ કરી દીધા, શામળદાસ ગાંધીની આગેવાનીમાં જન પ્રતિનિધિયોની સરકાર બનાવવામાં આવી, આંદોલન શરૂ થયું તો નવાબ જૂનાગઢ છોડીને પાકિસ્તાન ભાગી ગયા અને તે શાહનવાઝ ભુટ્ટોએ જેણે નવાબને પાકિસ્તાનમાં વિલય માટે ઉફસાવ્યા હતા. જૂનાગઢના બદલાયેલી સ્થિતિને જોતા તેને કબજો લેવાની વિનંતી ભારત સરકારને કરી હતી.

સોમનાથના ત્રણ પ્રોજેક્ટોનું પીએમ મોદી કરશે લોકાર્પણ

13 નવેમ્બર 1947ના રોજ સરદારે સોમનાથને લઇને કર્યો હતો સંકલ્પ
9 નવેમ્બર 1947ના રોજ ભારતીય સેનાએ જૂનાગઢનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું હતું. ત્રણ દિવસ પછી 12 નવેમ્બરે સરદાર પટેલ જૂનાગઢ પહોંચ્યા અને બીજા દિવસે એટલે કે 13 નવેમ્બરે પ્રભાસ પાટણ ગયા હતા. ત્યાંનું ભગ્ન મંદિર જોઈને તેમનું દિલ રડી પડ્યું હતું. દરિયામાં એક અંજલિ પાણી લઇને સરદારે સોમનાથના મંદિરનો પુનનિર્માણનો સંકલ્પ કર્યો હતો. અહિલ્યાબાઇ નિર્મિત મંદિરના પ્રાંગણમાં તેના પર ચર્ચા શરૂ થઇ હતી. સરદારની વાતથી ત્યાં રહેલા બધા લોકો સહમત થયા, જેમાં જૂનાગઢની અંતરિમ સરકાર, આરઝી હુકુમતના શામળદાસ ગાંધી, નવાનગર રિસાયતના શાસક જામસાહેબ દિગ્વિજય સિંહજી અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સરદારના સહયોગી વીએન ગાડગિલ હતા. જામસાહેબે પોતાની તરફથી એક લાખ રૂપિયાનું દાન આપવાની તત્કાલિક જાહેરાત કરી હતી. શામળદાસ ગાંધીએ જૂનાગઢની અંતરિમ સરકાર તરફથી એકાવન હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી અને આ સાથે મંદિર નિર્માણની યોજના આગળ વધી હતી.

નેહરુ અને મૌલાના આઝાદ સોમનાથ મંદિરના પુન:નિર્માણના પક્ષમાં ન હતા
ભારતની સનાતન સંસ્કૃતિના એક મહાન પ્રતીક તરીકે અને વિદેશી આક્રમણખોરો સામે ઝૂકી ન જવાની અને શૂન્યથી વારંવાર સર્જન તરફ જવાની વૃત્તિ તરીકે ભારત સરકાર વતી મંદિરનું પુન:નિર્માણ કરવાનો નિર્ણય કેબિનેટમાં લેવામાં આવ્યો હતો, કારણ કે આ પહેલા સરકારી ખર્ચે ઘણી મસ્જિદો અને ચર્ચોનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ મહાત્મા ગાંધીની સલાહ પર સરદાર પટેલે સોમનાથ ટ્રસ્ટ મારફતે જાહેર દાન મેળવીને તેનું નિર્માણ કરાવવાનું નક્કી કર્યું, સરકારી ભંડોળથી નહીં. આમ પણ જવાહરલાલ નેહરુ અને મૌલાના અબુલ કલામ આઝાદ પહેલેથી જ આ વિશે તેમના નાક ચઢાવીને બેઠા હતા. નેહરુએ તેને સંકિર્ણ હિન્દુત્વને પુનર્જીવિત કરવાના પ્રયાસ તરીકે જોયું, તો આઝાદ જેવા લોકોને જૂના મંદિરના ખંડેરોને હેરિટેજ તરીકે સાચવવામાં આવે તેવી ઈચ્છા હતી. પરંતુ સરદાર તો સરદાર હતા, ભાંગી પડેલું સોમનાથ મંદિર ભારતની બહુમતી હિન્દુ વસ્તી માટે હજારો વર્ષોના સંઘર્ષ પછી આઝાદી હોવા છતાં નાસૂર જેવું લાગતું હશે, તેમનો તેમને અંદાજ હતો.

સોમનાથ પ્રોજેક્ટ

મંદિર નિર્માણ કાર્ય 1950માં શરૂ થયું
સરદારની જીદને કારણે જૂના કાટમાળને હટાવીને નવું મંદિર બનાવવાની વાત આગળ વધી. 23 જાન્યુઆરી 1949ના રોજ સોમનાથ ટ્રસ્ટ બનાવવાનો ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને સરદારની લીલી ઝંડી બાદ સોમનાથ ટ્રસ્ટે 15 માર્ચ 1950થી વિધિવત રીતે તેનું કામ શરૂ કર્યું હતું. જામસાહેબ દિગ્વિજય સિંહજી ટ્રસ્ટના પ્રથમ ચેરમેન બન્યા, જેઓ ત્યાં સુધીમાં કાઠિયાવાડના તમામ રજવાડાઓનું વિલીનીકરણ કરીને રચાયેલા સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ પણ બન્યા હતા. આ નવા રાજ્યની પ્રેરણા 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથની સભામાંથી પણ મળી, જ્યારે સરદારે સોમનાથ મંદિરનું પુન -નિર્માણ કરવાનું નક્કી કર્યું.

જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ સરદારે પ્રાણ ત્યાગા
સોમનાથ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યા પછી, 19 એપ્રિલ 1950 ના રોજ, સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉછ્રંગરાય ઢેબરના હસ્તે મંદિર માટે જમીન ખનન કામ શરૂ થયું અને 4 મે 1950ના રોજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ જામસાહેબ દિગ્વિજયસિંહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો. પરંતુ સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે તે પહેલા જ સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં અવસાન થયું.

સોમનાથ એક્ઝિહિબિશન ગેલેરી

સરદારના મૃત્યુ પછી નેહરુનો સોમનાથનો વિરોધ વધુ ઉગ્ર બન્યો
સરદારના મૃત્યુની સાથે, સોમનાથ મંદિર નિર્માણ માટે જવાહરલાલ નહેરુનો વિરોધ સામે આવ્યો. તેમણે સોમનાથ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા તેમના બંને કેબિનેટ સાથીઓ કેએમ મુનશી અને એનવી ગાડગીલને નિશાન બનાવવાનું શરૂ કર્યું. તેઓ વધુ ગુસ્સે થયા જ્યારે તેમને ખબર પડી કે, મુનશીના આમંત્રણ પર રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ 11 મે 1951ના રોજ સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં યજમાન તરીકે હાજરી આપવા જઈ રહ્યા હતા. એટલી હદે કે નહેરુએ તેમના બંને સાથીદારો પર આરોપ લગાવ્યો કે, સોમનાથ મંદિરના નિર્માણનું કામ કેબિનેટમાં ચર્ચા કર્યા વગર શરૂ કરવામાં આવ્યું છે.

નેહરુએ પ્રથમ રાષ્ટ્રપતિ પ્રસાદને પણ સોમનાથથી દૂર રહેવાનું કહ્યું
એનવી ગાડગીલે નહેરૂના આરોપોની હવા કાઢવલા માટે કેબિનેટ રિપોર્ટ્સ રજૂ કરવા પડ્યા હતા, જેમાં આ વિષય પર અગાઉ ચર્ચા કરવામાં આવી હતી અને કેબિનેટની સહમતિ પણ મળી હતી. જગજીવન રામ જેવા મંત્રીઓએ પણ ગાડગીલની વાતને ટેકો આપ્યો હતો. ગાડગીલે તેમના પુસ્તક ‘Government from Inside’માં આ ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું છે. નેહરુને એ વાતથી પણ ખટકતી હતી કે, વધુ ચિંતિત હતી, કે શા માટે પુરી દુનિયામાંથી નદી -સમુદ્રનું પાણી, માટી ડાળીઓ કેમ લાવવામાં આવી રહી છે, તે પણ ભારતીય દૂતાવાસોનો ઉપયોગ કરીને. એટલું જ નહીં, નેહરુએ રાજેન્દ્ર બાબુને પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. પણ મુનશી કે રાજેન્દ્રબાબુ ટસના મસના થયા. નહેરુની નારાજગીને ધ્યાનમાં લીધા વગર, બંનેએ પવિત્રતાના કાર્યક્રમમાં ભાગ લીધો, અને તેવી તૈયારી સાથે કે, પગદ છોડવું પડે તો છોડી દઈશું. પણ ભારતના ગૌરવશાળી ભૂતકાળ અને જીવનશક્તિના આ મહાન પ્રતીકને પુન:સ્થાપિત કરવા માટેના આ પ્રસંગ માટે પીછે હટ નહીં કરે. નેહરુ એટલા નારાજ થયા કે દેશના પ્રથમ પુરૂષ અને રાષ્ટ્રપતિ તરીકે તેમણે બંધારણના વડા તરીકે રાજેન્દ્ર બાબુની સોમનાથ મુલાકાતની અખબારી યાદી PIB મારફતે બહાર પાડવાની મંજૂરી આપી ન હતી.

ઓડિટોરિયમ

સોમનાથ મંદિર ખુદ દેશના બદલાયેલા રાજકારણની ઝલક આપી રહ્યું છે
એક તે યુગ, અને હવે આજનો યુગ. સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠાના સાત દાયકા પછી, દેશની રાજકીય પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ચુકી છે, તેનો અંદાજ ખુદ સોમનાથના સંબંધમાં જ કેન્દ્ર સરકારના વલણ પરથી સ્પષ્ટ થાય છે. દેશના પ્રથમ પીએમ નેહરુએ જ્યાં અંદરથી સોમનાથ મંદિરના પુન:નિર્માણને પસંદ ન કર્યું, રસ્તામાં તમામ પ્રકારના અવરોધો મૂક્યા, ત્યારે આજના દેશના પીએમની ખુરશી પર એવો વ્યક્તિ બિરાજમાન છે, જે લાંબા સમયથી માત્ર સોમનાથ મંદિરના ટ્રસ્ટના સભ્ય નથી રહ્યા. પરંતુ આ વર્ષના જાન્યુઆરીથી તેઓ પોતે ટ્રસ્ટના ચેરમેન પણ છે. નેહરુથી વિપરીત, નરેન્દ્ર મોદી હિન્દુ, સનાતન સંસ્કૃતિમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને સોમનાથ સાથે લાંબો સંબંધ ધરાવે છે. અમિત શાહ સાથે પણ આવું જ છે, તેઓ માત્ર દેશના ગૃહમંત્રી જ નથી પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે સોમનાથ મંદિરના પુન -નિર્માણના માર્ગમાં તમામ અવરોધો દૂર કર્યા હતા, આજે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સોમનાથને પોતાનું જૂનું ગૌરવ પાછું અપાવવામાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

મોદી અને શાહ શિવભક્ત છે, સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે
મોદીને ગમે તેમ પણ ભોલે-ભંડારીમાં ઊંડો વિશ્વાસ છે. નાનપણથી જ તેઓ તેમના જન્મસ્થળ વડનગરના શિવ મંદિરમાં જતા રહ્યા અને જ્યારે કૈલાશ-માનસરોવર યાત્રા શરૂ થઈ, તો તેની શરૂઆતની બેચમાં 1989માં કૈલાશ દર્શન કરી આવ્યા. સંઘ પ્રચારક દિવસોથી સોમનાથ મંદિરની મુલાકાત લેતા હતા. એટલું જ નહીં રથયાત્રા દ્વારા જનતાને જોડવાની રાજનીતિને મજબૂત કરી લીધી, ગુજરાતમાં તમામ પ્રયોગો સાથે, તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પણ તત્કાલીન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાની શરૂઆત માટે સોમનાથની જ પસંદગી કરવામાં આવી હતી. કારણ કે, અહીંથી નિકળનારી યાત્રા દેશભરના લોકોને રામ મંદિર નિર્માણ માટે પ્રેરીત શકે, એજ રીતે જે રીતે સોમનાથનું પુન:નિર્માણ લોકભાગીદારીથી થયું હતું. બંનેમાં સામ્યતા પણ હતી, બંને સ્થળોએ મંદિરો તોડવાનું કામ ધર્માંધ મુસ્લિમ શાસકો અને આક્રમણકારોએ કર્યું હતું.

સોમનાથ પ્રોજેક્ટ

સોમનાથની સાથે મોદીએ પણ અયોધ્યામાં મોટી ભૂમિકા ભજવી હતી
1990માં સોમનાથથી નીકળેલી અડવાણીની રથયાત્રાનું સમગ્ર આયોજન મોદીએ પોતે કર્યું હતું. રામ રથયાત્રા અયોધ્યા પહોંચે તે પહેલા જ બિહારના સીએમ લાલુ યાદવે સમસ્તીપુરમાં અડવાણીની રથયાત્રા રોકી હતી. પરંતુ રામ મંદિર નિર્માણની જ્વારા અટકી ન હતી. એક વર્ષ પછી, મોદી પોતે તત્કાલીન ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશી સાથે એકતા યાત્રાના ભાગરૂપે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા અયોધ્યા ગયા હતા અને કદાચ તેમના મનમાં સંકલ્પ હતો કે, જ્યારે તેઓ રામ મંદિરનું નિર્માણનું કામ શરૂ કરશે ત્યારે જ તેઓ ફરીથી અહીં આવશે. અને આવું જ થયું યોગાનુયોગ, રામજન્મભૂમિ પર દાયકાઓ જૂની કાનૂની લડાઈ ઉકેલાયા બાદ મોદીને ગયા વર્ષે મે મહિનામાં અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન કરવાનો લહાવો મેળવ્યો.

CMથી PM સુધી મોદી સોમનાથનો વિકાસ કરતા રહ્યા
ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિર નિર્માણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, જ્યારે સોમનાથમાં વિકાસની ગતિ ઝડપી બની છે. મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના તેર વર્ષના લાંબા કાર્યકાળ દરમિયાન સોમનાથના વિકાસને પ્રોત્સાહન આપ્યું અને આ સમય દરમિયાન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ બન્યા. એક સમય હતો જ્યારે દેશના પ્રથમ પીએમ પણ સોમનાથ અને અયોધ્યા પર વાત કરવા માટે સ્વીકાર્ય ન હતા, આજે સ્થિતિ એવી છે કે, સાત વર્ષથી દેશના પીએમની ખુરશી સંભાળનારા મોદી બંને ઐતિહાસિક સ્થાનોને તેમનું જૂનુ ગૌરવ અપાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. છેલ્લા સાત દાયકામાં રાષ્ટ્રીય રાજનીતિ સ્યુડો-સેક્યુલરિઝમની ચુંગાલમાંથી બહાર નીકળીને ભારતની મૂળભૂત વૃત્તિ અને સંસ્કૃતિ સાથે જોડાવાની દિશામાં આગળ વધી રહ્યું છે, આજ સંકેત છે સોમનાથ, અયોધ્યા. ભારતને જૂનાગઢનો કબજો મળ્યો ત્યારે સરદાર પટેલે જય સોમનાથનો જયઘોષ કર્યો હતો, આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જય સોમનાથ જ નહીં, જય શ્રીરામના નારા સાખે ભારતીય રાજનીતિ પર પોતાની પકડ સલંગ મજબુત કરી રહ્યા છે, સાથે દશા અને દિશા નિર્ધારિત કરી રહ્યા છે.

Total
0
Shares
Previous Article

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

Next Article

વલ્‍લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્‍ન

Related Posts
Read More

ધો.10 રિપીટર્સનું પરિણામ Online જાહેર, રાજ્યનું ફક્ત 10.4% પરિણામ, 30,012 વિદ્યાર્થી પાસ

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધો.10ના 3.5 લાખથી વધુ રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat 10th repeater student online…
Read More

વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

રાજ્યમાં અત્યાર સુધી 17 ઓગસ્ટ સુધી અંતિત 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ…
Read More

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા…
Read More

વોશિંગટનમાં ગૂંજ્યા મોદી-મોદીના નારા! જોરદાર સ્વાગત પર PMએ કહ્યુ- પ્રવાસી ભારતીય આપણી તાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગટન ડીસીમાં એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું, જુઓ PHOTOS ત્રણ દિવસીય યાત્રા…
Total
0
Share