‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નટુકાકા (Nattu kaka dies) એટલે કે, એક્ટર ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન (Ghanshyam Nayak dies) થયું છે.
‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નટુકાકા (Nattu kaka dies) એટલે કે, એક્ટર ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન (Ghanshyam Nayak dies) થયું છે. લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટૂ કાકા (Nattu Kaka)નો કિરદાર અદા કરનારા એક્ટર ધનશ્યામ નાયક (Ghanshyam Nayak) કેન્સરથી લડી રહ્યાં હતા, આજે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. નટુકાકાના નિધનના સમાચારથી બોલિવુડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે, અનેક દર્શકોએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
સ્મોલ સ્ક્રીનનાં લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટૂ કાકા (Nattu Kaka)નો કિરદાર અદા કરનારા એક્ટર ધનશ્યામ નાયક (Ghanshyam Nayak) કેન્સરથી લડી રહ્યાં હતા. 77 વર્ષની ઉંમરમાં પણ દર્શકોનું મનોરંજન કરતાં રહેતા એખ્ટર ધનશ્યામ નાયકને ગળા પર કંઇક ડાઘા દેખાયા હતાં જે બાદ તેમણે ડોક્ટર્સને જણાવ્યું. આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદથી ફેન્સ તેમનાં માટે દુઆ કરી રહ્યાં હતા, પરંતુ આજે તેમણે દુનિયાને અલવીદા કહ્યું છે.
ધનશ્યામ નાયક (Ghanashyam Nayak)નાં પરિવાર દ્વારા સાડા ત્રણ મહિનાથી કીમોથૈરપી સેશન્સ શરૂ કરવામાં આવ્યું હતું. અને ફેન્સ પણ ઇચ્છતા હતા કે, સૌનાં ચહેતા નટુ કાકા (Nattu Kaka) જલ્દી જ સ્વસ્થ થઇ ફરી એક વખત સૌની વચ્ચે પરત આવશે. જોકે, આ વચ્ચે પણ ખબર છે કે, નટૂ કાકા (Nattu Kaka)એ તેમની અંતિમ ઇચ્છા પણ જાહેર કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, જો તેમનું નિધન થાય તો તેઓ મેકઅપ સાથે જ મરવાં ઇચ્છે છે.
ઇન્સ્ટંટ બોલિવૂડની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)એ તેમની અંતિમ ઇચ્છા જાહેર કરી હતી. પોસ્ટ મુજબ ફેન્સનાં ચહેતા નટુ કાકા (Nattu Kaka)એ કહ્યું કે, તેઓ તેમની અંતિમ શ્વાસ સુધી કામ કરવાં ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak) ગત ઘણાં વર્ષોથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ની સાથે જોડાયેલાં છે. અને દર્શકોનું મનોરંજન કરતા હતા.
આપને જણાવી દઇએ કે, ગત વર્ષે ઘનશ્યામ નાયકે (Ghanashyam Nayak) ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં 8 ગાંઠ કાઢવામાં આવી હતી. સતત ટ્રીટમેન્ટ બાદ તેમની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો હતો. આ મુશ્કેલ સમયમાં પણ તેમણે ગુજરાતનાં દમણમાં શોનું શૂટિંગ કર્યું હતું. ધનશ્યામ (Ghanshyam Nayak) આવનારા એપિસોડમાં મુંબઇમાં થનારી શૂટિંગ અંગે એક્સાઇટેડ હતા.